<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાતે ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ

રાજકોટ::મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે ગાંધીનગરમાં લીધી હતી.

1 જુલાઈ 2024થી લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનો પદ ભાર સંભાળ્યો છે.તેઓએ આ પદભાર સંભાળતા પૂર્વે દિલ્હી એરિયા મુખ્યાલય તથા દક્ષિણ પશ્ચિમી કમાન્ડમાં સેવાઓ આપી છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની તેમની આ મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ  પંકજ જોશી ઉપસ્થિત રહ્યા હતા.

 

(3:14 PM IST)