<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

ગાંધીનગરમાં પાંચમાં ડેકોરાઇઝ-2024 એક્ઝિબિશનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : મંડપ હાયરર્સ ઈલેક્ટ્રિકલ એસોસિએશન ગુજરાતના 30માં વાર્ષિક અધિવેશનમાં ત્રણ વ્યક્તિ વિશેષોનું લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી મુખ્યમંત્રી દ્વારા સન્માન

દેશના વિવિધ રાજ્યોની 250થી વધુ ડેકોરેશન એન્ડ ઇવેન્ટ કંપનીઓ ત્રિ-દિવસીય પ્રદર્શનમાં સહભાગી : પ્રદર્શન સાથે જ મંડપ હાયરર્સ ઈલેક્ટ્રિકલ એસોસિયેશન ગુજરાતના 30માં વાર્ષિક અધિવેશનના પ્રારંભ કરાવ્યો

રાજકોટ તા.૨૪  : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડેકોરાઈઝ વેલફેર એસોસિએશન અમદાવાદના સહયોગથી ગાંધીનગરમાં યોજાઈ રહેલા ત્રિ-દિવસીય પાંચમાં ડેકોરાઈઝ-2024 પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. 

ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસના આ વિશાળ પ્રદર્શનમાં દેશના વિવિધ રાજ્યોની 250થી વધુ ડેકોરેશન એન્ડ ઇવેન્ટ કંપનીઝ પોતાની નવી ઇનોવેટિવ પ્રોડક્ટ સાથે સહભાગી થઈ છે. 

મેરેજ, કોર્પોરેટ, ગવર્મેન્ટ અને રિલિજિયસ, સોશિયલ ઇવેન્ટમાં આ નવીન પ્રોડક્ટ અને ઇનોવેશનના ઉપયોગ અંગેનું નિદર્શન આ ત્રિ-દિવસીય પ્રદર્શનમાં જોવા મળશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રદર્શન સાથે જ મંડપ હાયરર્સ ઈલેક્ટ્રિકલ એસોસિયેશન ગુજરાતના 30માં વાર્ષિક અધિવેશનના પ્રારંભ કરાવ્યો હતો. 

તેમણે પ્રદર્શનના અલગ-અલગ સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી અને એસોસિએશનના ત્રણ વરિષ્ઠ સભ્યોનું લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી ગૌરવ સન્માન કર્યું હતું. આ એવોર્ડ્સ મેળવનારાઓમાં નટુભાઈ ભટ્ટ ,સમીર શાહ અને સ્વ. શ્રી જગદીશભાઈ ભાવસારનો સમાવેશ થાય છે. 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે આ ઉદઘાટન અવસરે ગાંધીનગરના ધારાસભ્ય રીટાબહેન, મેયર મીરાબહેન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ તેમજ એસોસિએશનના પ્રમુખ સેક્રેટરી અને ખજાનચી તથા એક્ઝિક્યુટિવ મેમ્બર્સ પણ જોડાયા હતા.

(3:18 PM IST)