તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 24th September 2024
રાજ્ય સરકારે મંજૂરીની મોહર મારી અને કુખ્યાત બંને ડોનની કરોડોની મિલકત જપ્તઃ ઐતિહાસિક ઘટના
અંતે વડોદરા પોલીસ કમિશ્શનર નરસિંહમાં કોમાર ટીમે ઉત્તરપ્રદેશવાળી પધ્ધતિ કરતા ગુંડાઓ ફફડી ઉઠયા : ગુજરાતની અંધારી આલમમાં અસ્લમ બોડા અને મુન્ના તરબુચ સામેની કાર્યવાહીમાં ઇન્ચાર્જ ડીસીપી હરપાલસિંહ રાઠોડ, પીઆઇ રવિરાજસિંહ જાડેજા અને પીએસઆઇ પી. એમ. ધાકડા ટીમની કામગીરીથી લોકો આફ્રિન

રાજકોટ તા.૨૪: અંતે વડોદરા પોલીસ ઉતરપ્રદેશ માફક માફીયાઓ સામે જંગે ચડી હોય તેમ જેના નામ માત્રથી લોકો કાપી ઉઠતા તેવા અસ્લમ બોડિયા અને મુન્ના તરબૂચ સહિત કુખ્યાત બિચ્છુ ગેંગ ઉપર નરસિંહમાં કોમાર અને ઇન્ચાર્જ ડીસીપી હરપાલસિંહ રાઠોડનાં નેતળત્વમાં ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી છેલ્લા ૧૦ વર્ષથી લોકોને પીડનાર ગેંગની કરોડોની મિલકત કબ્જે કરતા વડોદરા પોલીસ પર લોકો આફ્રિન પોકારી ઊઠયા છે.
સી.પી. નરસિંહમાં કોમાર, જેસીપી મનોજ નિનામા, ઇન્ચાર્જ ડીસીપી હરપાલસિંહ રાઠોડ દ્વારા થયેલ કાર્યવાહીથી ગુજરાતભરની ગુંડા આલમમાં સન્નાટો મચી ગયો છે. ક્રાઇમ બ્રાન્ચ રવિરાજસિહ જાડેજા, પીએસઆઈ પી.એમ. ધાકડા ટીમની ભૂમિકા સરાહનીય રહેલ.
આ ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળ આ ગુનાના આરોપીઓ દ્વારા ગુનાઓ આચરી મેળવેલ આવકથી વસાવવામાં આવેલ મિલકતો અંગે તપાસ કરવામાં આવેલ. જેમાં આ ગુનાના આરોપી નામે મહમદહુસૈન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબુચ જાકીરહુસૈન શેખ દ્વારા ગેરકાયદેસર રીતે વસાવવામાં આવેલ મિલ્કત જેમાં (૧) ડભોઇ રોડ કુંઢેલા ગામ પાસે દિવાળીપુરા ખાતેનુ ફાર્મહાઉસ કિ.રૂ.૩૩,૨૭,૦૦૦ (૨) ડભોઇ રોડ કુંઢેલા ગામ પાસે દિવાળીપુરા ખાતે આવેલ રો-હાઉસ ૩૨ મકાનો જેનુ બાંધકામ ચાલી રહેલ હોય તે મિલકત કિ.રૂ. ૯૨,૫૭,૭૧૧/- તથા (૩) ઇનોવા ફોરવ્હીલ ગાડી કિ.રૂ.૭,૦૦,૦૦૦/- તમામ મિલકતની કુલ કી.રૂ. ૧,૩૨,૮૪,૭૧૧/- ની તેમજ (૨) આરોપી નામે અસ્લમ ઉર્ફે બોડીયો હૈદરમીંયા શેખ દ્વારા ગેરકાયદેસર રીતે વસાવવામાં આવેલ જેમાં (૧) તાંદલજા તહુરા પાર્ક ખાતેનુ બે માળનુ મકાન કિ.રૂ. ૪૪,૭૫,૫૨૫ તેમજ નં.(૨) વાડી ખાતે તાહેરી બિલ્ડીંગ જેમા ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ફ્લેટ કિ.રૂ.૨૨,૯૮,૨૦૦/- નં.(૩) જુદા જુદા વ્યક્તિઓના નામથી મેળવવામાં આવેલ કુલ ૦૪ (ચાર) ઓટોરીક્ષા કુલ કિ.રૂ. ૨,૧૫,૦૦૦/- ની મળી તમામ મિલ્કતની કુલ કિ.રૂ.૬૯,૮૮,૭૨૫/-ની મિલકત જપ્ત કરવામાં આવી હતી.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
