<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

સુરતમાં લક્ષ્મી ડાયમંડ બિલ્‍ડીંગમાં જોરદાર આગ લાગી

સુરત, તા. ર૪:  સુરતમાં લક્ષ્મી ડાયમંડ બિલ્‍ડીંગમાં આગ લાગી છે. તે બિલ્‍ડીંગમાં ચાર લોકોને બચાવી લેવામાં આવ્‍યા છે. અને બાકી લોકોને બચાવાની કામગીરી ચાલુ છે.  આગ લાગતાની સાથે ફાયર વિભાગને ફોન કરવામાં આવ્‍યો હતો. અને ફાયર વિભાગ ૬ ગાડીઓ તાત્‍કાલિક ઘટના સ્‍થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવાની પ્રયત્‍ન કરી રહી છે.

સુરતમાં આજે સવારે લક્ષ્મી ડાયમંડ બિલ્‍ડીંગમાં ત્રીજા માળ કોઇ કારણ આગ લાગવાની ઘટના બની હતી. આ આગ એટલી જોરદાર હતી કે તેના ઘુમાડા દુર દુર સુધી ફેલાયેલા હતા.  આગ લાગવાથી તે  બિલ્‍ડીંગમાં કામ કરતા લોકો તાત્‍કાલિક પોતાનો જીવ બચાવા નીચે ભાગી ગયા હતા. બિલ્‍ડીંગના ત્રીજા માળે આગ લાગી હતી. અને કેટલાક લોકો હજુ સુધી ફસાયા હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યુ છે.

લક્ષ્મી ડાયમંડ બિલ્‍ડીંગમાં આગ લાગી ત્‍યારે ફાયર વિભાગને તાત્‍કાલિક જાણ કરવામાં આવી હતી. અને ફાયર વિભાગ તાત્‍કાલિક ઘટના સ્‍થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવાની પ્રયત્‍ન કરી રહ્યા હતા. તે ઘટનામાં બે પુરુષ અને બેસ્ત્રીઓને બચાવવામાં આવ્‍યા હતા. આગ એટલી મોટી છે. કે તે આગના ઘુમાડાના લીધે ફાયર વિભાગને અંદર જવામાં તકલીફ પડી રહી છે. જેથી ફાયર વિભાગ માસ્‍ક પહેરીને બિલ્‍ડીંગની અંદર પ્રવેશ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્‍ન કરી રહ્યા છે.

(4:37 PM IST)