<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

વિદાય લેતા ચોમાસા વચ્ચે 28 સપ્ટેમ્બર સુધી નવસારી, વલસાડ, સુરત, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા : કચ્છ, જૂનાગઢ, સુરેન્દ્રનગર જિલ્લા અને ડીસા તાલુકાના અમુક વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લીધી : હવામાન વિભાગની જાહેરાત

23 સપ્ટેમ્બરથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વિદાય લઇ રહ્યું છે, પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના કેટલાક વિસ્તારોમાથી ચોમાસાએ વિદાય લીધી છે

અમદાવાદ તા.૨૪ ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસું વિદાય લઇ રહ્યું છે. જોકે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની આગાહી કરવામાં આવી છે. જે અનુસાર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આગામી 28 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જેમાં વલસાડ, સુરત, નવસારી, અમરેલી, ભાવનગર, ડાંગ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમજ અમદાવાદ, વડોદરા સહિતની અમુક જિલ્લાઓમાં આ સમયગાળા દરમિયાન ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ, જૂનાગઢ, સુરેન્દ્રનગર જિલ્લા અને ડીસા તાલુકાના અમુક વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લીધી હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. 

વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. નવસારી, સુરત, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 

નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. સુરત, નર્મદા, તાપી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના ભારે વરસાદની શક્યતા છે. ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 

26 સપ્ટેમ્બરેવલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 

27 સપ્ટેમ્બરેગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 

28 સપ્ટેમ્બરેઅમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદ થઇ શકે છે. ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, સુરત, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 

રાજ્યના આ વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લીધી 

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અગાઉની આગાહી અનુસાર, 23 સપ્ટેમ્બરથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વિદાય લઇ રહ્યું છે. પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના કેટલાક વિસ્તારોમાથી ચોમાસાએ વિદાય લીધી છે. ત્યારે આજે જૂનાગઢ, સુરેન્દ્રનગર જિલ્લા અને ડીસા તાલુકામાંથી ચોમાસાએ વિદાય લીધી છે.

(4:23 PM IST)