News of Tuesday, 24th September 2024
નિરમા યુનિવર્સિટીના ૭૦ એનસીસી કેડેટ્સ તળાવ આસપાસના વિસ્તારોની સફાઇમાં જોડાયા

અમદાવાદઃ નિરમા યુનિવર્સિટીના નેશનલ કેડેટ કોર્પસ (એનસીસી) યુનિટે, સ્ટુડન્ટ્સ વેલ્ફેર બોર્ડના સહયોગથી સ્વચ્છતા ભારત અભિયાનની ૧૦ મી વર્ષગાંઠ નિમિતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કર્યુ હતું આ પહેલ સદભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા થીમ પર કેન્દ્રિત હતી. આ પ્રસંગે ૪૫ યુવકો ભાઇઓ અને ૨૫ બહેનો સહિત ૭૦ એનસીસી કેડેટ્સે એસજી હાઇવે પર છારોડી ગામ નજીક ત્રાગડ તળાવ અને તેની આસપાસના વિસ્તારોની સમગ્રની પરિધન સફાઇમાં સક્રિયપણે ભાગ લીધો હતો. કેડેટ્સે સફળતાપૂર્વક અંદાજે ૪૦ કિલો કચરો એકત્રિત કર્યો જે વિસ્તારની સ્વચ્છતા અને પર્યાવરણીય ટકાઉપણુંમાં ફાળો આપે છે. તેમના પ્રયત્નો ઉપરાંત કેડેટ્સે તેમના સમુદાયોમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે તેમની પ્રતિબધ્ધિતા પર ભાર મૂકતા તેમના સમગ્ર જીવન દરમિયાન સ્વચ્છતા ભારત અભિયાનના સિધ્ધાતોને જાળવી રાખવાની પ્રતિજ્ઞા લીધી
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
