News of Tuesday, 24th September 2024
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડીજે પાર્ટીમાં ભાવી ડૉક્ટરો ઝૂમ્યાં, દર્દીઓ થયા હેરાન-પરેશાન :જુઓ વિડીયો

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં DJ પાર્ટીનું આયોજન
— news (@v181989) September 24, 2024
મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ કલ્ચર ઇવેન્ટના નામે નિયમો નેવે મુક્યા #Gandhinagarnews #gandhinagarcivilhospital @gandhinagarcity @sanghaviharsh @dgpgujarat pic.twitter.com/2D4HQefQ94
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ડીજે પાર્ટી યોજાતા હોસ્પિટલ તંત્ર આખું વિવાદમાં આવ્યું છે. તો મેડિકલ વિદ્યાર્થીઓની ડીજે પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર ઘટનાના તપાસના આદેશ અપાયા છે. રિપોર્ટના આધારે પગલાં લેવામાં આવશે. વીડિયો વાયરલ થયા બાદ લેવાયા પગલાં સિવિલમાં ડીજે પાર્ટીનો વીડિયો વાયરલ થયા બાદ મોટી કાર્યવાહીના સમાચાર મળી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ નિયતી લાખાણી પાસેથી રાજીનામું લઈ લેવાયું છે. જ્યારે હોસ્પિટલના ડીન શોભના ગુપ્તાને સસ્પેન્ડ કરી દેવાયા હોવાની માહિતી મળી રહી છે. જણાવી દઈએ કે, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જ હોસ્પિટલના દર્દીઓને સારવાર અપાતી હોય છે. પરંતુ આ જ વિદ્યાર્થીઓએ મનમાની માટે ડીજે પાર્ટી કરતા હોવાનું સામે આવ્યું છે.
હોસ્પિટલમાં દાખલ દર્દીઓ હેરાન થયા.
સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવેલ ન હોવા છતાં મેડિકલ કોલેજમાં કલ્ચરલ ફેસ્ટીવલમાં ડીજે પાર્ટી યોજવામાં આવી હતી. જેને લઈને સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં નિયમનો ભંગ થયો છે. જે અંગે સિવિલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજનાં કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે બીજી તરફ રાત્રિના સમયે મોટા અવાજમાં ડીજે પાર્ટીનું આયોજન થતા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
