તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 25th September 2024
હિંમતનગર પાસે ભયાનક અકસ્માત: અમદાવાદના સાત લોકોના કરુણ મૃત્યુ, એક ગંભીર: કટરથી પતરા કાપી મૃતદેહ બહાર કાઢાયા : જુઓ વિડિયો

હિંમતનગર - શામળાજી હાઈવે પર સહકારી જીન નજીક, મોડાસા કડવા પાટીદાર સમાજની વાડી પાસે GJ01RU 0077 ઈનોવા અને ટ્રેલર વચ્ચે ગોઝારો અકસ્માત, અકસ્માતમાં કાર ચાલક સહિત અમદાવાદના ૭ લોકોના મોત. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનના પતરા કાપી મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા.
કારમાં સવાર એકને ગંભીર ઈજાઓ પહોંચતા હિંમતનગર સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો. તમામ મૃતકો અમદાવાદના હોવાનું અનુમાન. વિગતો મેળવાય રહી છે. સંજય ડાંગર ધ્રોલ અકિલા
મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં સહકારી જીન નજીક મોડાસા કડવા પાટીદાર સમાજની વાડી પાસે આ અકસ્માત સર્જાયો હતો. જ્યાં શામળાજી તરફથી અમદાવાદ તરફ આવતી કાર ધડાકાભેર એક ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી ગઇ હતી. જેના લીધે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલમાં એકની હાલત ગંભીર છે જેની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતાં જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. જોકે તમામ મૃતકો પણ અમદાવાદના જ રહેવાશી હોવાનું ખૂલ્યું છે. પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે GJ01RU0077 નંબરની ઈનોવા કાર પૂરપાટ ઝડપે શામળાજી તરફથી આવી રહી હોવાના અહેવાલ છે. મૃતકોના નામ હજુ સુધી સામે આવ્યા નથી પરંતુ મોટાભાગના મૃતકો અમદાવાદી હોવાની જાણકારી મળી છે. જે એક વ્યક્તિ આ અકસ્માતમાં બચ્યો હતો તેની હાલત પણ ગંભીર જણાવાઈ રહી છે અને તેને સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
