<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

બ્રાન્‍ડેડ મીઠામાં આયોડિન હોતું જ નથી! મધમાં પણ બેફામ ભેળસેળ

ગુજરાતમાં ઘેરઘેર વ્‍યાપેલા કુપોષણ વધુ એક કારણ સરકારે સ્‍વીકાર્યું મોરબીની બાલાજી કેમફ્રુડને રૂા. ૪૦ હજાર, રોશની કેમફ્રુડને બે વખત ૩૦-૩૦ હજાર દંડ

અમદાવાદ,તા. ૨૫: ‘પ્રતિષ્ઠિત બાન્‍ડ છે એટલે મીઠામાં આયોડિન તો હોય જ, મધ શુધ્‍ધ જ હોય' જો તમે આવા જ વિશ્વાસથી બાળકો, વૃધ્‍ધો માટે ખરીદી કરતા હોવ તો ૧૦૦ વાર વિચારવુ રહ્યું. કારણ કે, ગુજરાત સરકારના ફુડ એન્‍ડ ડ્રગ્‍સ- FCSCAએ વિતેલા ત્રણ વર્ષમાં દાંડી, પતંજલી, નિરમા સહિત ૨૫ બાન્‍ડના મીઠામાં આયોડિનનું પ્રમાણ લેબોરેટરી પરીક્ષણમાં ન મળ્‍યાનું સ્‍વિકાર્યું છે. માત્ર મીઠુ જ નહિ, ઓક્‍ટોબર- ૨૦૨૩ની સ્‍થિતિએ વિતેલા ત્રણ વર્ષમાં લેવાયેલા ૧૮૫ મધના નમુનાઓમાં પણ બનાવટ- ભેળસેળ મળ્‍યાનું જાહેર કર્યુ છે.

ભારત સરકારે મીઠામાં આયોડિન ઉમેરવુ એ ફરજિયાત કર્યુ છે. રાજયમાં કુપોષણની સમસ્‍યા પારાવાર છે. આથી, ગુજરાત સરકાર પણ સસ્‍તા અનાજની દૂકાને રાહતદરે આયોડિન યુક્‍ત ડબલ ફોર્ટીફાઈડ મીઠાનું વિતરણ કરે છે. પોષણયુક્‍ત આવતીકાલની પેઢીને તૈયાર કરવા માટે સરકારનું અભિયાન છતાંયે બજારમાં તૈયાર પેકિંગમાં વેચાતા મીઠામાં આયોડિન ન હોવાના કિસ્‍સા ધ્‍યાને આવ્‍યા છે. વિધાનસભામાં કોંગ્રેસે પુછેલા સવાલના જવાબમાં આરોગ્‍ય મંત્રીએ સ્‍વીકાર્યુ છે કે, પ્રાઈમ, હીપોલીન, આઈ-શક્‍તિ, ગણેશ, શ્રી રામ, માઈકો રિફાઈડ, ટોપલાઈન, હીરા, ટોપ કુક, નમસ્‍કાર, ટાઈગર, તાજા, ટીકટોક, આરાધના, ગોલ્‍ડલાઈન, ઈઝી ફલો શુધ્‍ધ, રિચાર્જ ફલો શુધ્‍ધ, શ્રી નમક બાંડ, ટીસીએમ સહિત કુલ ૨૫ બાન્‍ડના મીઠાના સેમ્‍પલ લઈને પરીક્ષણ કરાયા તો તેમાં આયોડિનનું પ્રમાણ મળ્‍યુ નહોતુ. વિતેલા ત્રણ વર્ષમાં આ પ્રકારના રિપોર્ટને પગલે પતંજલિ આર્યુવેદ અને ભરૂચના સુપર સલ્‍ટ લી.ને ફૂડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ- ૨૦૦૬ હેઠળ રૂ.૨.૧૫ લાખ, શિવશક્‍તિ ધાબા- ડીસા અને કોટેશ્વર કેમફુડ- કચ્‍છને રૂ.૭૫ હજારનો દંડ ફટકારાયો છે. તદ્‍ઉપરાંત મોરબીની બાલાજી કેમફૂડને રૂ.૪૦ હજાર, રોશની કેમફૂડને બે વખત ૩૦-૩૦ હજારનો દંડ ફટકારાયો છે. માત્ર મીઠુ જ નહિ, રિલાયન્‍સ રિટેલ્‍સ સહિત વિક્રેતા અને ઉત્‍પાદકો સામે પણ મધમાં બનાવટ સબબ દંડાત્‍મક કાર્યવાહી થઈ છે

(11:03 AM IST)