News of Wednesday, 25th September 2024
શિક્ષણ બોર્ડની બે બેઠકો માટે ભારે મતદાન નોંધાયુઃ આવતીકાલે મતગણતરી
શાળા સંચાલક વિભાગમાં ત્રિપાંખીયો જંગઃ ઉમેદવારોના ટેકેદારોમાં વિજયનો વિશ્વાસ

રાજકોટ તા.૨૫: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઇકાલે સરકારી શિક્ષક અને શાળા સંચાલક વિભાગની ચુંટણી યોજાઇ હતી. ચુંટણી બાદ ઉમેદવારોના ટેકેદારોએ વિજયના દાવા કરી રહ્યા છે. ત્યારે આવતીકાલે મતગણતરી હાથ ધરાનાર છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડની ચુંટણીમાં માધ્યમિક શિક્ષક વિભાગમાં ૭૯.૦૩ અને શાળા સંચાલક વિભાગમાં ૭૦.૩૮ ટકા મતદાન થયું છે. જેનાં તિવ્ર સ્પર્ધા શાળા સંચાલક વિભાગમાં જે.વી. પટેલ. પ્રિયવદન કોરાટ અને મેહુલ પરડવા વચ્ચે છે.
શિક્ષણબોર્ડની ચુંટણીમાં ૯ સભ્યોની ચુંટણી માટે જાહેરનામુ પ્રસિધ્ધ થયું હતું. જેમાં ૬ સભ્યો બીનહરીફ થયા છે.
સરકારી માધ્યમિક શિક્ષક વિભાગમાં દિવ્યરાજસિંહ જાડેજા, ચેતનાબેન ભગોરા, વિજયભાઇ સહિત ૪ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા હતી. આવતીકાલે મતગણતરી હાથ ધરાશે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
