<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

હવે રાજકોટમાં ગુજરાતના ટોચના અધિકારીની બેઠક યોજવા મહત્ત્વનો નિર્ણય

વડોદરામાં ગુજરાતના તમામ પોલીસ કમિશનર, રેન્‍જ આઇજીની રાજ્‍ય લેવલનીબેઠક સીપી નરસિંહમાં કૉમાર ટીમના અદભુત આયોજન અને પ્રજાલક્ષી મુદ્દાઓની પ્રાધાન્‍યતાને કારણે સુપર ડુપર બની રહી : બે વાત તમારી(લોકો)ની બે વાત અમારી (પોલીસ)ની લોકો સુધી સીધા પહોચવાના વિકાસ સહાયનો નવતર પ્રયોગ પ્રજાને આકર્ષી રહ્યાનો રાજ્‍યભરના ટોચના અધિકારીઓનો એક્‍સુરે મત થયો

રાજકોટ તા.રપઃ રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એક નવી પ્રણાલી મુજબ જે રીતે ગુજરાતમાં રાજ્‍ય કક્ષાના ધ્‍વજવંદનનો કાર્યક્રમ વિવિધ સ્‍થળે યોજાય છે, તે પ્રણાલી મુજબ વડોદરા ખાતે કાયદો વ્‍યવસ્‍થા, રીઢા ગુનેગારો સામે પગલાંઓ, બે થી વધુ ભયંકર ગુન્‍હા આચરનાર પર વોચ  સહિત જે અગાઉથી તમામ પોલીસ કમિશનર માટે આપેલ પરફોમા A અને રેન્‍જ વડાઓને આપેલ પ્રફોમાં B મુજબનાં હિસાબ કિતાબ સાથે લોકો સમક્ષ બે વાત  તમારી (લોકોનો) અને બે વાત અમારી (પોલીસ)ની કાર્યક્રમ અંતર્ગત લોકો સુધી પોહચી તેની અમલવારી વિગેરે બાબત સાથે ભ્રષ્ટાચાર નાબૂદી માટે ગંગાજળ કાર્યક્રમ અંતર્ગત હિસાબ માંગી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું.              

વડોદરા ખાતે પ્રથમવાર આ બેઠક યોજાયેલ હોવાથી વિશ્વાસ સહિત અનેક મહત્‍વના પ્રોજેકટ અને હાર્ડ વર્કર તરીકે જાણીતા વડોદરા સીપી નરસિંહમાં કોમાર ટીમ દ્વારા કાબિલેદાદ આયોજન કરવામાં આવેલ, જેની ચો તરફ પ્રસંશા કરવામાં આવી છે, તમામને સુવિધા મળી રહે તેમાં કોઈ કચાસ ન રહે તે વ્‍યવસ્‍થા વડોદરા પોલીસ દ્વારા કરી હતી.

ઉકત બેઠકમાં રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ સીપી જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક, સુરત સીપી અનુપમસિહ ગેહલોત, સીઆઈડી વડા રાજ કુમાર પાંડિયન, પોલીસ આધુનિકરણ અને પ્‍લાનિંગ એવા ખુર્શીદ અહેમદ, રાજકોટ સીપી બ્રજેશ ઝા, રાજકોટ રેન્‍જ આઇજી અશોક કુમાર યાદવ, વડોદરા રેન્‍જ વડા સંદીપસિંહ, અમદાવાદ રેન્‍જ વડા જે. આર. મોથલિયા, સુરત રેન્‍જ વડા પ્રેમવિર સિહ, ભાવનગર રેન્‍જ આઇજી ગૌતમ પરમાર, પંચમહાલ ડીઆઇજી રાજેન્‍દ્ર અસારી, બોર્ડર વડા ચિરાગ કોરડીયા, લો એન્‍ડ ઓર્ડરના ડીઆઇજી દીપક મેઘણી સહિતના અઘિકારીઓ હાજર રહેલ. હવે રાજ્‍ય લેવલની  કોન્‍ફરન્‍સ રાજકોટ ખાતે બોલાવવાનું  નક્કી કર્યાનું બહાર આવ્‍યું છે

(12:26 PM IST)