<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં કોણ જીતશે..? કોણ હારશે..? કાલે મત ગણતરી : ગુજરાતભરના શિક્ષણ જગતમાં અવનવા તર્કવિતર્ક

સરકારી શિક્ષકમાં ૪૬૭૭ પૈકી ૩૬૯૬ મતદારોએ જયા૨ે સંચાલક મંડળમાં ૬૩૧૦ પૈકી ૪૪૩૯ મતદારોએ મતદાન કરેલ : આ બે બેઠકો પૈકી મહત્વની ગણાતી સંચાલક મંડળની બેઠક ઉપર તીવ્ર સ્પર્ધા અને ખરાખરીનો જંગ જોવા મળેલ હતો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૫ : શિક્ષણ બોર્ડ – ગાંધીનગરની ગઈકાલ તારીખ ૨૪-૦૯-૨૦૨૪ને મંગળવારના રોજ રાજયના ૫૮ મતદાન મથકો ઉ૫૨ સ૨કા૨ી શિક્ષક અને સંચાલક મંડળની ૨ બેઠકોની ચૂંટણી સમગ્ર ૨ાજય કક્ષાએ યોજાઈ હતી, જેમાં સરકારી શિક્ષકમાં ૪૬૭૭ પૈકી ૩૬૯૬ મતદારોએ જયા૨ે સંચાલક મંડળમાં ૬૩૧૦ પૈકી ૪૪૩૯ મતદારોએ મતદાન કરેલ હતું, આ બે બેઠકો પૈકી મહત્વની ગણાતી સંચાલક મંડળની બેઠક ઉપર તીવ્ર સ્પર્ધા અને ખરાખરીનો જંગ જોવા મળેલ હતો, સંચાલક મંડળના મતદારોમાં વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીશ્રીઓ, જુદી જુદી જ્ઞાતિ અને સમાજના પ્રમુખો, ઉદ્યોગ ગૃહના માલિકો, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો જેવા મતદારો હોય, આમ આ બેઠકમાં લોકોના મત મેળવનારા લોક પ્રતિનિધિઓ પણ મતદાર હોવાથી આ ચૂંટણી જંગ રસપ્રદ રહે છે, ઉલ્લેખનીય છે કે પાંચ ટર્મથી ચૂંટાતા સૌરાષ્ટ્રના ડો. પ્રિયવદન કોરાટ છઠ્ઠી વખત સ્વતંત્ર રીતે ચૂંટણી લડી રહ્યાં હતા, જયારે તેમની સામે મર્જ થયેલ મહામંડળના અમદાવાદના જે. વી. પટેલ અને સ્વનિર્ભરના રાજકોટના ઉમેદવાર સહિત ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી લડાઈ હતી, જેમાં પરાકાષ્ઠાનો ચૂંટણી પ્રચાર અને અસ્તિત્વની લડાઈ લડાઈ હતી, જયારે સરકારી શિક્ષકમાં ચેતનાબેન ભગોરા અમદાવાદ, દિવ્યરાજસિંહ જાડેજા ५२६७, વિજયભાઈ ખટાણા ભાવનગર વચ્ચે પણ શિક્ષકના અસ્તિત્વનો જંગ ખેલાયો હતો, આ બંન્ને બેઠકોની મતગણતરી આવતીકાલ તારીખ ૨૬ને ગુરૂવારના રોજ સવારે ૮-૦૦ કલાકથી શ્રી વરદાયિની હાઈસકૂલ રૂપાલ, તા. / જિ. ગાંધીનગ૨ ખાતે કરવામાં આવશે, આ ચૂંટણીમાં ધારાસભા, લોકસભા જેવો માહોલ જોવા મળ્યો હતો, ચૂંટણી પરીણામ ઉપર સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતની નજર છે.

(12:51 PM IST)