<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

છેલ્લા 2 દિવસથી મેઘરાજાની સવારી સમગ્ર ગુજરાતમાં પહોંચી : સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં 2.67 ઈંચ વરસાદ : ૯૫ તાલુકામાં હળવો ભારે વરસાદ

નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ અને સૌરાષ્ટ્ર ગુજરાતના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ તા.૨૫ :  ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં વરસાદ વરસ્યો ન હતો. ત્યારે લાગી રહ્યું હતું કે હવે મેઘરાજાની વિદાય થઈ ગઈ છે. જો કે, છેલ્લા 2 દિવસથી મેઘરાજાની સવારી સમગ્ર ગુજરાતમાં પહોંચી છે. ત્યારે કહી શકાય કે, હાલ મેઘરાજા ક્યાંય ગયા નથી! છેલ્લા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જાંબુઘોડામાં સૌથી વધુ 2.67 ઈંચ વરસાદ નોંધાયો છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 14 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે જ સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં 2.67 ઈંચ વરસાદ નોંધાયો છે. જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.

આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. સુરત, નર્મદા, તાપી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના ભારે વરસાદની શક્યતા છે. ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

(2:44 PM IST)