<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

પીયુસી સેન્ટર ધારકો માટે આજથી નવી અમલવારી

પીયુસી વર્ઝન-૨નુ મોબાઈલમાં ઍપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશેઃ વિડીયો અપલોડ કરવો પડશે

અમદાવાદ, તા. રપ : ગુજરાત રાજ્‍યમાં પીયુસી સેન્‍ટર ચલાવનારા લોકો માટે એક નવી અમલવારી આજથી શરુ કરવામાં આવી છે. જેમાં ભ્‍શ્‍ઘ્‍ આપતી વખતે વાહનનો ૪થી ૫ સેકન્‍ડનો વીડિયો કેપ્‍ચર કરવાનો રહેશે. રાજયના પીયુસી સેન્‍ટર ચલાવનારા લોકો માટે એક નવી અમલવારી આજથી શરુ કરવામાં આવી છે જેમાં પીયુસી સેન્‍ટરના સંચાલકોએ પીયુસી આપતી વખતે નવા નિયમોનું પાલન કરવાનુ રહેશે.

સૌથી પહેલા વાહનચાલકોને પીયુસી સર્ટિફિકેટ આપતા રહેલા પીયુસી વર્ઝન-૨નુ મોબાઈલમાં એપ્‍લીકેશન ડાઉનલોડ કરવાની રહેશે. બાદમાં મોબાઈલ એપ્‍લીકેશન મારફતે જ દરેક વાહચાલકોને પીયુસી સર્ટિફિકેટ ઈસ્‍યુ કરવાના રહેશે. દરેક પીયુસી સેન્‍ટર ધારક જીઓ ફેન્‍સીગ અનુસાર પીયુસી સેન્‍ટરની ૩૦થી ૪૦ મીટરની ત્રિજયામાં આ પીયુસી સર્ટિફિકેટ આપી શકાશે. આ ઉપરાંત વાહનના રજીસ્‍ટ્રેશન નંબર પ્‍લેટનો ફોટો, વાહનનો પીયુસી સેન્‍ટર સાથેનો ફોટો તથા વાહનનો ૪થી ૫ સેકન્‍ડો શોર્ટ વીડીયો કેપ્‍ચર કરીને પીયુસી-વર્ઝન-૨ સોફટવેરમાં અપલોડ કરવાનો રહેશે.

ત્‍યારબાદ જ પીયુસી સેન્‍ટરો દ્રારા સંબંધિત વાહનનુ પીયુસી સર્ટિફિકેટ ઈસ્‍યુ કરી શકશે. પીયુસી સોફટવેર વર્ઝન-૨નો આજથી આણંદ, બારડોલી,જૂનાગઢ, જામનગર અને મહેસાણા જિલ્લામાં અમલવારી કરવામાં આવશે. ત્‍યારબાદ બાકીના જિલ્લાઓમાં અમલવારી કરાશે.

(3:52 PM IST)