<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

ગાંધી જયંતિને દિવસે નશામુક્‍તિ અભિયાન અંતર્ગત સાયક્‍લોથોનનું આયોજન કરાયું

બીઇંગ યુનાઇટેડ એનજીઓ, શહેર પોલીસ અને નેશનલ હાઇવે ઓથોરીટીના ઉપક્રમે

રાજકોટ તા. ૨૫: દાઉદી વોરા સમાજના યુવાનો દ્વારા પ્રેરિત બીઇંગ યુનાઇટેડ એનજીઓ, રાજકોટ શહેર પોલીસ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા ઉપક્રમે નશામુકિત અભિયાન અંતર્ગત યુવાઓને માદક પદાર્થોના દૂષણ સામે જાગૃત કરવાના ઉદ્દેશ સાથે તા. ૨ ઓક્‍ટોબર ગાંધી જયંતિના દિવસે સાયક્‍લોથોનનું આયોજન કરાયું છે. જેમાં ૩૦૦ સ્‍પર્ધકો ભાગ લેશે.આ સાયકલોથોનનો નો મુખ્‍ય હેતુ ‘સે નો ટુ ડ્રગ્‍સ, કલીન ઇન્‍ડિયા અને ફિટ ઇન્‍ડિયા'નો રહેશે. સમગ્ર રાજકોટવાસીઓને આ અભિયાનમાં સામેલ થવા સંસ્‍થાએ અનુરોધ કર્યો છે.

સાયકલોથોન ની એન્‍ટ્રી ફી રૂા. ૨૦૦ રાખેલી છે તેમાં ટીશર્ટ રિફ્રેશમેન્‍ટ  અને પ્રમાણપત્ર આપવામાં આવશે. સાક્‍લોથોનમાં સામેલ થયા તથા વધુ વિગતો માટે મો. ૯૮૯૮૪ ૫૬૦૦૭ આ નંબર પર વોટસએપમાં Hi મેસેજ કરવાથી રજીસ્‍ટ્રેશન લીંક મળશે. આ સાઇકલોથોનની શરૂઆત સવારે ૬-૩૦ કલાકે ગાંધી મ્‍યુઝિયમથી શરૂ થશે અને બહુમાળી ભવન ખાતે પૂર્ણ થશે. ત્રિકોણબાગ,  યાજ્ઞિક રોડ, પંચાયત નગર ચોક, કિસાનપરા ચોક, અંડર બ્રિજ, કોટેચા ચોક, ઇન્‍દિરા સર્કલ, સાધુ વાસવાણી રોડ, યુનિવર્સિટી રોડથી હનુમાન મઢી ચોક, આમ્રપાલી અંડર બ્રિજ રિંગ રોડથી બહુમાળી ભવન ખાતે સરદાર પટેલના સ્‍ટેચ્‍યુ પાસે પૂર્ણ થશે. તેમ  તેમ સંસ્‍થાના પ્રમુખ અને શહેર ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ ઇબ્રાહીમ સોની તેમજ સંસ્‍થાના સભ્‍યોએ યાદીમાં જણાવ્‍યું છે.

(3:56 PM IST)