<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

સમગ્ર રાજયમાં શિષ્‍યવૃતિનું માત્ર ૪૦ ટકા કામ જ થયુ, વાલીઓ-વિદ્યાર્થીઓ પરેશાન

નોટબંધી જેવી લાઇનઃ કોંગ્રેસના પ્રવકતા હેમાંગ રાવલનો આક્રોશ

રાજકોટ, તા. રપઃ પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા હેમાંગ રાવલ જણાવે છે. સરકારી પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતાં ધો.૧ થી ૫ ના વિદ્યાર્થીઓને ૧૬૫૦/- રૂપિયા અને ધો.૬ થી ૮ ના વિદ્યાર્થીઓને ૧૯૫૦/- રૂપિયા શિષ્‍યવળત્તિ આપવામાં આવે છે.જેની ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર દરખાસ્‍ત કરવાની હોય છે. એ દરખાસ્‍ત કરવા માટે સૌથી પહેલાં વિદ્યાર્થીનું બેંક ખાતું હોવું જોઈએ બેંક ખાતું ખોલવા માટે આધારકાર્ડ હોવું ફરજીયાત છે વિદ્યાર્થી અને અને વાલી આધારકાર્ડ કઢાવવા માટે અને ધક્કા ખાધા પછી,લાઈનમાં ઉભા રહ્યા બાદ મહા મુસીબતે આધારકાર્ડ કઢાવે છે ત્‍યારબાદ ખાતું ખોલવા માટે બેંકોના ધક્કા ખાય છે,

બાળકનું બેંક ખાતું બેંક ખોલી આપતી નથી.ઘણા બધા પ્રયત્‍નો પછી વિદ્યાર્થી પાંચ હજાર જેટલી રકમ બેંકમાં ડિપોઝીટ રાખે ત્‍યારે ખાતું ખોલી આપે. ત્‍યારબાદ શાળા કક્ષાએ ડીઝીટલ પોર્ટલમાં દરખાસ્‍ત કરવા આવકનો દાખલો કઢાવવાનો જાતિનો દાખલો કઢાવવાનો ત્‍યારબાદ શાળાના આચાર્ય દરખાસ્‍ત કરે જેમાં વિદ્યાર્થીનું ધોરણ પૂરું નામ,માતાનું નામ જન્‍મતારીખ,જિલ્લો,તાલુકો વસાહત,ઘરનું સરનામું, પીનકોડ માતા-પિતાનો વ્‍યવસાય, કોમ્‍યુનિટી કાસ્‍ટ, ધર્મ,શારીરિક ખોડ ખાંપણ,કુંટુંબની આવક વાલીનો મોબાઈલ નંબર, વિદ્યાર્થીના ટકા, હાજર દિવસ, બીપીએલ નંબર,વિદ્યાર્થીનું આધાર સ્‍ટેટ,આધાર નંબર રેશનકાર્ડ નંબર,આધાર KYC બેંક ડિટેઈલ IFSC કોડ,બેંક એકાઉન્‍ટ નંબર,વગેરે વિગતો અપલોડ કરવાની જો આધારકાર્ડ અપડેટ હોય,રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક હોય તો અને તો જ દરખાસ્‍ત સબમિટ થાય છે નહીંતર થતી નથી,ગુજરાત ડીઝીટલ સાઈટ ખુબજ ધીમી ચાલતી હોય વારંવાર એરર આવતી હોય,વહેલી સવારે જાગીને શિષ્‍યવળત્તિ દરખાસ્‍ત કરીએ ત્‍યારે એક કલાકમાં માંડ ૧૦ જેટલી એન્‍ટ્રી થઈ શકે અત્‍યાર સુધીમાં માંડ ૪૦ ટકા બાળકોની દરખાસ્‍ત થયેલ છે એમાં વળી, દરખાસ્‍ત થતી નથી, PDSૅ એપ્‍લિકેશનમાં શિક્ષકો એપ ઓપન કરે એટલે વિદ્યાર્થીના વાલીના મોબાઈલમાં OTP આવે OTP શિક્ષક વાલી પાસે જે શિષ્‍યવળત્તિનો હેતુ વિદ્યાર્થીને ભણતરમાં મદદરૂપ થવાનો હતો એનો આખો હેતુ જ માર્યો ગયો.

હવે શિષ્‍યવળત્તિના લીધે વિદ્યાર્થીઓનું ભણતર બગડે એવી નોબત આવી ગઈ છે. માટે શિષ્‍યવળત્તિ પ્રાપ્ત કરવી એ લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ થઈ ગયું છે. સમગ્ર ગુજરાતમાં હજી સુધી શિષ્‍યવળત્તિનું માત્ર ૪૦ટકા જ કામ થયું છે અને વાલી અને વિદ્યાર્થીઓ જેમ નોટબંધીમાં લાઈનો લગાવતા હતા તેમ ચંપલો મૂકીને લાઈનો લગાવી રહ્યા છે વિદ્યાર્થીઓ પણ પોતાનું ભણતર બગાડીને માત્ર નજીવી શિષ્‍યવળત્તિ લેવા માટે દોડી રહ્યા છે અને તેમાં પણ સફળતા ન મળતા પોતે શિષ્‍યવળત્તિ નથી લેવી તેવી અરજીઓ પણ કરી રહ્યા છે ત્‍યારે સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારીને શિષ્‍યવળત્તિ ને સરળ બનાવવા માટે પગલા લેવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માંગણી કરે છે. તેમ હેમાંગ રાવલ જણાવે છે.

(4:23 PM IST)