તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 25th September 2024
ગુજરાતભરમાં 30 થી 40 કિ. મી. ની ઝડપે પવન ફૂંકાશે : રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ પડશે

અમદાવાદ : ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદી ઝાંપટાની સંભાવના છે. તો રાજ્યમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે 10 થી 13 ઓક્ટોબર હળવો વરસાદ રહેવાની શક્યતા છે. શરદ પૂનમ પેહલા કેટલા ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ પણ રહેલી છે. જેમાં દાહોદ, પંચમહાલ, લુનાવાડામાં વરસાદ પડવાની સંભાવના છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
