<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

બોયફ્રેન્ડ સાથે હોટલમાં સેક્સ માણવા ગયેલી યુવતીનું મોત

બોયફ્રેન્ડ સાથે સેક્સ માણવામાં વધારે પડતું લોહી વહી જવાના કારણે આ યુવતી બેભાન થઈને ઢડી પડી હતી અને હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું

નવસારી :  એક હોટલમાં બોયફ્રેન્ડ સાથે શરીરસુખ માણવામાં 23 વર્ષીય ભાવિકાનું દર્દનાત મોત થયું હતું. પીડિતા તેના બોયફ્રેન્ડ સાથે અહીં આવી હતી.
બોયફ્રેન્ડ સાથે શરીરસુખ માણવાના અભરખાં એક છોકરીને જીવમાં પડ્યાં હતા, પ્રેમમાં હદ પાર કરી રહેલા યુવાઓ માટે આ ઘટના રેડ લાઈટ બરાબર છે. નવસારીના ચીખલીનો આ આઘાજનક બનાવ છે. નર્સિંગનું ભણતી 23 વર્ષની છોકરીનું હોટલમાં પોતાના બોયફ્રેન્ડ સાથે સેક્સ માણવા જતાં મોત થયું હતું. બોયફ્રેન્ડ સાથે સેક્સ માણવામાં વધારે પડતું લોહી વહી જવાને કારણે તે બેભાન થઈને ઢળી પડી હતી અને હોસ્પિટલમાં તેનું મોત થયું હતું.
બોયફ્રેન્ડ સાથે શરીરસુખ માણવાના અભરખાં એક છોકરીને જીવમાં પડ્યાં હતા, પ્રેમમાં હદ પાર કરી રહેલા યુવાઓ માટે આ ઘટના રેડ લાઈટ બરાબર છે. નવસારીના ચીખલીનો આ આઘાજનક બનાવ છે.
 નર્સિંગનું ભણતી 23 વર્ષની છોકરીનું હોટલમાં પોતાના બોયફ્રેન્ડ સાથે સેક્સ માણવા જતાં મોત થયું હતું. બોયફ્રેન્ડ સાથે સેક્સ માણવામાં વધારે પડતું લોહી વહી જવાને કારણે તે બેભાન થઈને ઢળી પડી હતી અને હોસ્પિટલમાં તેનું મોત થયું હતું.
ચીખલીમાં રહેતી 23 વર્ષની યુવતી ભાવિકા તેની બાજુમાં રહીને અભ્યાસ કરતાં યુવાન ભાર્ગવ સાથે પ્રેમમાં હતી. બુધવારે સવારે કોલેજ જવાનું કહીને ભાવિકા બોયફ્રેન્ડ સાથે હોટલમાં પહોંચી હતી જ્યાં બન્નેએ શારીરિક સંબંધો બાંધ્યાં હતા આ દરમિયાન વધારે પડતું લોહી વહી જતાં ભાવિકા બેભાન થઈ હતી આથી તેના બોયફ્રેન્ડે મિત્રોને ફોન કરીને આ અંગે જણાવ્યું પછી મિત્રો આવીને તેને બુલેટ પર હોસ્પિટલ લઈ ગયાં જ્યાં તેનું મોત થયું હતું.
ફોરેન્સિક રિપોર્ટમાં એવું જણાવાયું છે કે યુવાનનો પ્રાઈવેટ પાર્ટ મોટો હોવાથી પેનિટ્રેશન દરમિયાન યુવતીના પ્રાઈવેટ પાર્ટમાંથી વધારે પડતું લોહી વહેવા લાગ્યું હતું અને તેને કારણે તે બેભાન થઈ ગઈ હતી. શારીરિક સંબંધો બાંધતી વખતે આવી ઘટનાઓ સામાન્ય હોય છે, અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે.
પીડિતાનું નામ ભાવિકા છે અને તે ભાર્ગવ નામના યુવાન સાથે પ્રેમમાં હતી. ભાવિકા નર્સિંગ કોલેજના પહેલા વર્ષની વિદ્યાર્થિની હતી. બુધવારે તેમણે બન્નેએ હોટલમાં જવાનો પ્લાન ગોઠવ્યો હતો.
મેડિકલ વિજ્ઞાનની પરિભાષામાં સમજીએ તો યોનિમાર્ગમાં રહેલો પડદો (યોનિપટલ-હાઈમેન) તૂટવાથી આવો રક્તસ્ત્રાવ થતો હોય છે. આ એકદમ બારીક પડ છે. જે ક્યારેક પ્રથમ સમાગમ દરમિયાન તૂટે છે અને તેને કારણે સ્ત્રીના પ્રાઈવેટ પાર્ટમાંથી ઘણું બધું લોહી વહી જાય છે જે મોતનું કારણ બની શકે છે.

(10:05 PM IST)