<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

માત્ર અડધી કલાકમાં શેર બજારમાં 5.50 લાખ રૂપિયા ની કમાણી કરી

બેંક ની ભૂલ ના કારણે આ ભાઈના ખાતામાં 11000 કરોડથી વધુ રકમ જમા થઈ ગઈ હતી

 અમદાવાદ : તમને વિશ્નવાસ નહી થાય પણ 7મા ધોરણ સુધી ભણેલા એક વ્યક્તિએ માત્ર 30 મિનિટમાં શેર માર્કેટમાં 5.64 લાખ રૂપિયાની કમાણી કરી લીધી. બન્યું એવું કે અમદાવાદમાં બેંકની ભૂલને કારણે એમ્બ્રોઈડરીનું કામ કરતા રમેશભાઈ સાગરના ખાતામાં 11,677 કરોડ રૂપિયા આવ્યા. ઘટના લગભગ બે વર્ષ જૂની છે. આ વ્યક્તિ 5 વર્ષથી શેરબજારમાં રોકાણ પણ કરતો હતો.

આટલી મોટી રકમ જોઈને અચાનક તેની આંખો ચમકી ગઈ. તેણે બે કરોડ રૂપિયા ઉઠાવ્યા અને તેને શેરબજારમાં રોકી દીધા. લગભગ અડધા કલાકમાં 5.5 લાખ રૂપિયાની કમાણી કરી લીધી જાણો પછી આગળ શું થયું…26 જુલાઈ 2022 ના રોજ રાબેતા મુજબ, સવારે 9.30 વાગ્યે રમેશભાઈ વેપાર કરવા બેઠા અને માત્ર બે-ત્રણ સોદા કર્યા.

માર્કેટમાં તમેણે 11.30 સુધી રાહ જોઈ અને પછી તેમનું એકાઉન્ટ ચેક કર્યું, જેમાં 11,677 કરોડ રૂપિયા હતા. તેમની આંખો ચમકી ગઈ. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે આ તેમની લાઈફ ચેન્જિંગ મોમેન્ટ છે. તેમણે કહ્યું- ‘મને ખબર હતી કે આ પૈસા મારી પાસે થોડા સમય માટે જ રહેવાના છે, તેને બેંકમાં પરત કરવા પડશે, પછી મેં વિચાર્યું કે, કેમ આ રૂપિયાથી અડધો કલાક રોકાણ કરું. હું દરરોજ વધુમાં વધુ 25 હજાર રૂપિયાનો વેપાર કરતો હતો.રમેશભાઈ સગરે વધુમાં જણાવ્યું હતું કે ‘મેં ખાતામાં જમા થયેલી રકમમાંથી બે કરોડ રૂપિયા બેંક નિફ્ટી કોલ-પુટમાં મૂક્યા. પછી મને નુકસાનની જરાય ચિંતા નહોતી, કારણ કે મને શેર માર્કેટનું જ્ઞાન હતું. મેં પૈસા રોક્યા અને વેપાર લીધો અને 30 મિનિટમાં રૂ. 5.64 લાખનો નફો કર્યો. આ પછી બેંકે મારા નફાને છોડીને તેમના પૈસા રિટર્ન લઈ લીધા હતા.

રમેશ ભાઈએ એક મીડિયા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આ પછી મને પાર્ટી માટે ફોન આવવા લાગ્યા. તે દિવસે મને લગભગ 500 કોલ આવ્યા. રમેશભાઈએ જણાવ્યું કે તે દિવસે માત્ર તેમના જ નહીં પરંતુ બિહારના એક વ્યક્તિના ખાતામાં પણ એટલી જ રકમ જમા થઈ હતી, પરંતુ રમેશભાઈએ આ તકનો ભરપૂર લાભ ઉઠાવીને ઘણી બધી નોટો છાપી હતી.રમેશભાઈ સાગરે જણાવ્યું કે તેમનું ભણતર માત્ર 7 ધોરણ સુધી જ થયું છે. તેઓ પોરબંદરમાં ખેતીકામ કરતા હતા. 16 વર્ષની ઉંમરે તેઓ અમદાવાદ આવ્યા અને ભરતકામ કરવાનું શરૂ કર્યું. 4-5 વર્ષ કામ કર્યા પછી તેમણે 2008 માં પોતાનું કામ શરૂ કર્યું અને લગભગ 2017માં શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. આ પછી તેઓ ઓપ્શન-ટ્રેડિંગ શીખ્યા અને જે દિવસે તેમના ખાતામાં પૈસા આવ્યા, તેણે તેનો ઉપયોગ કરીને શેરબજારમાં દાવ લગાવ્યો હતો.

(10:27 PM IST)