News of Friday, 27th September 2024
બંગાળની ખાડીમાં ચોમાસાની અંતિમ સિસ્ટમ બનીઃ પરેશ ગોસ્વામી

અમદાવાદ,તા. ૨૭: રાજયમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત દ્વારા અલગ અલગ આગાહી કરવામાં આવી છે. ત્યારે અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામીએ વરસાદને લઈ ભારે આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, દક્ષિણ, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આવી શકે છે. નવરાત્રી દરમિયાન રાજયમાં વરસાદ આવી શકે છે. ૩ થી ૫ ઓક્ટોબર ભારે વરસાદ વરસી શકે છે.અંબાલાલ પટેલે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર તેમજ પોરબંદર, જામખંભાળીના ભાગોમાં તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.ગુજરાતમાં થોડા દિવસોના વિરામ બાદ ગઇ કાલથી વરસાદે પગલા પાડ્યા હતા. જેમાં ગતરાત્રિના રોજ રાજયના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
ત્યારે આગામી દિવસોમાં વરસાદની સ્થિતીને લઇ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને આગાહી કરી હતી. જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે. જે ૨૦૨૪ના ચોમાસાની ગુજરાતમાં છેલ્લી સિસ્ટમ છે. અને આ સિસ્ટમ બાદ ચોમાસાના વિદાઈની શરૂઆત થશે.
તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે રાજયના ૬૦ થી ૬૫% વિસ્તારમાં વરસાદ વરસશે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસસે અને દક્ષિણ ગુજરાતમાં ૭ ઈંચ સુધી વરસાદ વરસી શકવાની શક્યતા તેઓએ જણાવી હતી.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
