News of Friday, 27th September 2024
ગુજરાતમાં વરસાદની બઘડાટીઃ વ્યારામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ ખાબક્યો
સોનગઢ, જુનાગઢના વિસાવદર અને ભાવનગરના ઘોઘામાં ૬-૬ ઇંચ

રાજકોટ,તા. ૨૭: ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધ્યું છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં, સવારે ૮ સુધીમાં ૨૧૨ તાલુકામાં વરસાદ, તાપીના વ્યારામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ ખાબક્યો છે.
તાપીના સોનગઢ, જૂનાગઢના વિસાવદર અને ભાવનગરના ઘોઘમાં ૬-૬ ઇંચ વરસાદ ત્રાટકયો હતો. પાલીતાણા, વાપી, વલભીપુર અને પારડીમાં ૪ ઇંચથી વધુ વરસાદ છે. ભાવનગર, સિહોર અને ઉનામાં પણ ૪ ઇંચ વરસાદ. સુત્રાપાડા, સાયલા, કોડીનારમાં ૩ થી ૫ ઇંચ વરસાદ પડયો. સર્વત્ર આજે સવારથી વાદળીયુ વાતાવરણ છે.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
