News of Friday, 27th September 2024
શિક્ષણ બોર્ડમાં બે દાયકાથી દબદબો ધરાવતા પ્રિયવદન કોરાટનો પરાજય : અમદાવાદના જે.વી. પટેલ વિજેતા
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના ઉમેદવારે કારમી હારની હેટ્રીક નોંધાવી : મેહુલ પરડવાની જીત કરતા પ્રિયવદનના પરાજયનું ગણિત સફળ થયાનું અનુમાન

રાજકોટ,તા.ર૭, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં ગઈકાલે બે બેઠકો ઉપર મત ગણતરી હાથ ધરાતા મોટો અપસેટ સર્જાયો હતો. છેલ્લા ૧૯ વર્ષથી શાળા સંચાલકો તેમજ શિક્ષણ બોર્ડને લગતા પ્રશ્નોને ઉકેલવા સતત દોડધામ કરતા જેતપુરના પ્રિયવદન કોરાટ નો કારમો પરાજય થયો છે જ્યારે અમદાવાદના શ્રી જે.વી. પટેલ નો ૫૧૦ મતની લીડથી વિજય થયો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં શાળા સંચાલક વિભાગની બેઠકમાં જીતતા ઉમેદવાર પ્રિયવદન કોરાટે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે પ્રિયવદન કોરાટની હાર અંગે મનોમંથન થઈ રહ્યું છે.
ત્યારે પૈસાદાર અને લાગવગ ધરાવતા વ્યક્તિઓનું બનેલું મંડળ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે પણ સતત ત્રીજી વખત પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે આ વખતની ચૂંટણીમાં સ્વનિર્ભર શાળા સંચાલક આગેવાનોને તેના ઉમેદવાર મેહુલ પરડવાની જીત કરતા પ્રિયવદન કોરાટ ના પરાજય માટે ખૂબ મહેનત કરી હતી જેમાં તેઓ સફળ થયાનું ચિત્ર ઉપસ્યું છે
પરંતુ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે પરાજયની હેટ્રિક નોંધાવી છે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની કોઈપણ ચૂંટણીમાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ નો કોઈ મોટો રોલ હોય તેવું ચિત્ર ઉપસ્થિત કરતા હતા અને રાજકીય પક્ષ અને વ્યક્તિગત ધોરણે ઉમેદવારોને ફંડ પણ આપતા ઉપરાંત ખાનગી શાળાના શિક્ષકો તેમજ કર્મચારીઓને ચૂંટણીની કામગીરી સોંપતા હોય છે પરિણામે શાળા સંચાલકો કોર્પોરેશન અને અન્ય ગેરકાયદેસર બાંધકામ, ફી ર્પાકિંગ સહિત અનેક લાભ લેતા હોય છે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ તેની શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં મેહુલ પરડવા નો શાળા સંચાલક સંવર્ગની ચૂંટણીમાં ત્રીજા ક્રમે મત મળ્યા છે મેહુલ પરડવાએ વ્યક્તિગત ધોરણે ખૂબ મત મેળવ્યા છે પરંતુ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના માન્ય ઉમેદવાર મેહુલ પરડવાને મત નહીવત સંખ્યામાં મળ્યા છે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના કેટલાક આગેવાનો દરેક ચૂંટણીમાં પડદા પાછળ ભેદી ચાલ રમતા હોય છે આ ચૂંટણીમાં પણ કેટલાક સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના આગેવાનો ગેમ કરી ગયા હોય તેવી ચર્ચા ચાલી રહી છે. પ્રિયવદન કોરાટ કોઈ જાતના સ્વાર્થ વગર દોડી દોડીને કામ કરતા હોય છે તેનો પરાજય પણ ચિંતન માંગતો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
પ્રિયવદન કોરાટને પરાજીત કરવા હોય તો સૌરાષ્ટ્રના કોઈ મજબૂત ઉમેદવાર ઉભા રાખવાની તૈયારી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે કરી હતી જેમાં ખૂબ ઉત્સાહી અને બિન વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતા તરવરિયા યુવાન મેહુલ પરડવા ઉપર પસંદગી ઉતારી હતી પ્રારંભે મેહુલ પરડવાને ટેકો બાદ તેની રીતે પ્રચારમાં ઉતારી દીધા હતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પણ હવે શાળા સંચાલકોને પડતી પાયાની મુશ્કેલી નિવારવા કામ કરવું પડશે શાળા સંચાલક મહામંડળના આગેવાનો તેમના અંગત કામ પતાવવામાં જ મંડળનો ઉપયોગ કરતા હોય તેવા ગણગણાટ થઇ રહ્યો છે. હવે વાસ્તવીક રીતે મતદારોના કામ કરવા પડશે.
ગઈકાલે શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં અમદાવાદના શ્રી જે.વી. પટેલનો વિજય થયો છે. જેવી પટેલ પણ ખૂબ લડાયક અને શાળા સંચાલકોના પ્રશ્ને ખૂબ દોડતા હોય છે શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં પટેલ જયંતીલાલ ને ૧૯૯૦, પ્રિયવદન કોરાટને ૧,૫૮૮ મત અને રાજકોટના મેહુલ પરડવાને ૮૨૫ મત મળ્યા છે જ્યારે સરકારી શાળાના શિક્ષક કચ્છના દિવ્યરાજસિંહ જાડેજાનો ૧૧૭૮ મતે વિજય થયા છે. (૯.ર૮)
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
