<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

અમદાવાદમાં સવારથી મેઘાવી માહોલ વચ્ચે વરસતો ધોધમાર વરસાદ : ઠેર ઠેર પાણી ભરાઈ ગયા : શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા

બોપલ, ઘૂમા, સેટેલાઈટ, ગોતા, જજીસ બંગ્લોઝ, બોડકદેવ સહિતનાં વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી

અમદાવાદ તા.૨૭ : અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે. જેને લઈ અમદાવાદની સ્કૂલો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ જામ્યો છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરનાં બોપલ, ઘૂમા, સેટેલાઈટ, ગોતા, જજીસ બંગ્લોઝ, બોડકદેવ સહિતનાં વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. 

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે. જેને લઈ અમદાવાદની સ્કૂલો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર તેમજ અરવલ્લીમાં હવામાન વિભાગ દ્વારા છૂટો છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, ગીર સોમનાથ, તાપી,સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી તેમજ દ્વારાકરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ વ્યારામાં પડ્યો હતો. વ્યારામાં 8.5 ઈંચ વરસાદ પડ્યો હતો. સોનગઢ, વિસાવદરમાં સવા 6 ઈંચ, વાપી, વલ્લભીપુરમાં સવા 4 ઈંચ વરસાદ, ભાવનગર, શિહોરમાં 4 ઈંચ વરસાદ, ઉના, ઉમરગામમાં 4 ઈંચ વરસાદ, કોડીનારમાં 3.5 ઈંચ વરસાદ, સૂત્રાપાડા, સાયલામાં 3.5 ઈંચ વરસાદ, વાલોડ, જલાલપોરમાં સવા ત્રણ ઈંચ વરસાદ, ભેસાણમાં 3 ઈંચ વરસાદ, ચૂડા, કુંકાવાડ-વડીયામાં 3 ઈંચ વરસાદ હતો.

(3:49 PM IST)