<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

અમદાવાદમાં ૧૮ પીઆઇની બદલી

રાજકોટ તા. ૨૭: અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતાં ૧૮ પીઆઇની પોલીસ કમિશનર જી. એસ. મલિકે બદલી કરી છે. જેમાં એસઓજીના એમ. બી. નકુમને તથા એસ. એ. ગોહિલને સાયબર ક્રાઇમમાં, એચ. વી. રાવલને ટ્રાફિકમાં મુકાયા છે. કન્‍ટ્રોલ લીવ રિઝર્વના પી. વી. દેસાઇ, એ. એ. વછેટાને એસઓજી તથા ક્રાઇમ બ્રાંચમાં, સોલાના એન. બી. બારોટને કન્‍ટ્રોલ રૂમ, નારોલના આર. એમ. ઝાલાને મીસીંગ સેલ, વટવા-૨ના એમ. એસ. ત્રિવેદીને અને એન. ડી. નકુમને એસઓજી, સાયબર ક્રાઇમના કે. એન. ભુકણને સોલા, ઘાટલોડીયાના વી. ડી. મોરીને એસઓજી,  એસઓજીના વી. જે. ચોૈધરીને સાયબર ક્રાઇમ, વિશેષ શાખાના જે. એસ. કંડોરીયાને ઘાટલોડીયા, ક્રાઇમના પી. બી. ખાંભલાને શાહપુર, શાહપુરના પી. સી. દેસાઇની નારોલ, ટ્રાફિકના કે. વાય. વ્‍યાસને રાણીપ,  કન્‍ટ્રોલ રૂમના આર. એમ. પરમારને વટવા, મીસીંગ સેલના ડી. વી. ઢોલાને ક્રાઇમમાં મુકાયા છે.

(4:35 PM IST)