<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

ગુજરાતની 30 માર્કેટ યાર્ડમાં કુલ 558.79 ટન કપાસની આવકઃ રાજકોટમાં કપાસનો સૌથી ઉંચા ભાવ રૂ. ૧૬૩૦ સુધી પહોચ્‍યો : જુઓ સંપૂર્ણં યાદી

અમરેલીમાં 1624 રુ., જેતપુરમાં 1616 રૂ., ગોંડલમાં 1611 રૂ., જસદણમાં 1605 રૂપિયા ઉંચો ભાવ

અમદાવાદઃ  આજે ગુજરાતની 30 માર્કેટ યાર્ડમાં કુલ 558.79 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1658 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ઉંચો ભાવ 1630 રૂ. અને નીચો ભાવ 1310 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય અમરેલીમાં 1624 રુ., જેતપુરમાં 1616 રૂ., ગોંડલમાં 1611 રૂ., જસદણમાં 1605 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 558.79 ટન કપાસની આવક થઇ છે. જેમાં રાજકોટમાં 167.50 ટન, બોટાદમાં 94.40 ટન, અમરેલીમાં 87.60 ટન, સુરેન્દ્રનગરમાં 50.90 ટન, મોરબીમાં 46.80 ટન, મહેસાણામાં 38.70 ટન, જામનગરમાં 36.20 ટન, છોટા ઉદેપુરમાં 30.25 ટન, અમદાવાદમાં 3.20 ટન, ભરૂચમાં 1.10 ટન, દેવભૂમિ દ્વારકામાં 1 ટન, નર્મદામાં 0.90 ટન, ભાવનગરમાં 0.24 ટન કપાસની આવક થઇ છે.

કયા માર્કેટ યાર્ડમાં કપાસનો શું ભાવ રહ્યો?

(10:30 PM IST)