<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

નેશનલ ટોબેક ઓફ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત પીઆરઆઈ સભ્યોને ટોબેકો પ્રોગ્રામ વિશે અવગત કરવા તાલીમ કાર્ય શિબિરનું આયોજન

તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 અંગે પણ સમજ આપવામાં આવી : ટોબેકો સપથ લેવડાવવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : તાલુકા આરોગ્ય કચેરી વિરમગામ દ્વારા નેશનલ ટોબેક ઓફ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત પીઆરઆઈ (પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યૂશન) સભ્યોને ટોબેકો પ્રોગ્રામ વિશે અવગત કરવા તાલીમ કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 અંગે પણ સમજ આપવામાં આવી હતી. તમાકુને કારણે શરીર પર થતી વિપરીત અસરો અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી અને જે લોકો કોઈપણ પ્રકારે તમાકુનું સેવન કરે છે તેઓને તમાકુનું સેવન ન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત સદસ્ય, કાઉન્સિલરો, સામાજિક રાજકીય અગ્રણીઓ સહિતના પીઆરઆઈ સભ્યો‌ અને અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી, આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓની ઉપસ્થિતિમાં ટોબેકો સપથ લેવડાવવામાં આવી હતી. ઉપસ્થિત સૌ લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી કે, હું પ્રતિજ્ઞા લવ છું કે હું મારા જીવનમાં ક્યારેય પણ કોઈપણ પ્રકારની તમાકુની બનાવટોનો ઉપયોગ કે સેવન કરીશ નહીં. હું મારા પરિવારના તમામ સભ્યો મિત્રો અને પરિચિતોને પણ તમાકુના ઉત્પાદનોનો ઉપયોગ ન કરવા માટે પ્રેરિત કરીશ. હું તમાકુ ઉત્પાદનોના ઉપયોગથી મારા પર્યાવરણના રક્ષણમાં પણ યોગદાન આપીશ.

(10:29 AM IST)