તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
ભોજવા ખાતે ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે આયુષ્યમાન આરોગ્ય મંદિર અને સ્ટ્રીટ લાઇટના કામનો ભૂમિ પૂજન કરાયું
સોકલી અને ભોજવામાં ૯૦ લાખના ખર્ચે આયુષ્માન આરોગ્ય મંદિર - પેટા આરોગ્ય કેન્દ્ર અને ભોજવા બ્રિજ ઉપર તેમજ ત્યાંથી પંચમુખી હનુમાન ચાર રસ્તાથી જકસી ચાર રસ્તા સુધી ૧.૮૦ કરોડના ખર્ચની સ્ટ્રીટ લાઈટનું કામ કરાશે

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરના ભોજવા ખાતે સોકલી અને ભોજવામાં ૯૦ લાખના ખર્ચે આયુષ્માન આરોગ્ય મંદિર - પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ ભોજવા બ્રિજ ઉપર તેમજ ત્યાંથી પંચમુખી હનુમાન ચાર રસ્તાથી જકસી ચાર રસ્તા સુધી ૧.૮૦ કરોડના ખર્ચની સ્ટ્રીટ લાઈટના કામનું ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ્દ હસ્તે ભૂમિ પુજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય વિષ્ણુભાઈ જાદવ, વિરમગામ તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ પટેલ, વિરમગામ નગરપાલિકા પ્રમુખ કામિનીબેન હિતેશભાઈ મુનસરા, નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન અમિતભાઈ પટેલ, નરેશભાઈ શાહ, મયુરભાઈ ચાવડા, મિલનભાઈ ઠક્કર, કાઉન્સિલરો, તાલુકા સદસ્ય, સામાજિક રાજકીય અગ્રણીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમાર, તાલુકા આરોગ્ય અધિકારી, આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ દેત્રોજા દ્વારા કરવામાં આવ્યું અને ભોજવા મોડેલ સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વિરમગામમાં 05 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 1 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવેલ છે તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાંબા હેઠળ કુલ 25 સબ હેલ્થ સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે જેમાંથી 16 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર એટલે કે આયુષ્યમાન આરોગ્ય મંદિર તરીકે કાર્યરત છે. વિરમગામ શહેરી વિસ્તારમાં કુલ 6 સબ હેલ્થ સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે. આ ઉપરાંત કુલ - 2 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મહાલક્ષ્મી પોળ અને બ્રહ્મ ફળી વિરમગામ ખાતે કાર્યરત છે. વિરમગામ તાલુકા ખાતે કુલ નવા 04 આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ના મકાન મંજુર થાય આવેલ છે. જેમાંથી હાલ 02 મકાનનુ ખાત મુહુર્ત કરવામાં આવ્યું છે અને 02 મકાન ટેન્ડરિંગ પ્રકિયામાં છે. પ્રતિ આયુષ્યમાન આરોગ્ય મંદિરના મકાનના બાંધકામ માટે અંદાજીત 45 લાખ રૂપિયા એમ વિરમગામ તાલુકાના કુલ 04 આયુષ્યમાન આરોગ્ય મંદિરના મકાન બાંધકામ માટે અંદાજીત 1 કરોડ 80 લાખ રૂપિયા ની ગ્રાન્ટ સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ છે. કાર્યરત તેમજ નવા મંજૂર થયેલ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે સીએચઓ, ફિહેવ, મપહેવ અને આશા દ્વારા દૈનિક 9 થી 5 આરોગ્યલક્ષી સેવાઓ અને શિક્ષણ તથા સીએચઓ દ્વારા દરેક મંગળવાર અને શુકવારે યોગા દિવસ, દર શુક્રવારે નીરામય દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
