તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
ગાંધીનગર પાસેના પીપળજ ગામ ખાતે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ : વન વિભાગના કર્મચારીઓ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

ગાંધીનગર : પીપળજ ગામ પાસે દીપડો દેખાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાના પગના નિશાન દેખાતા વન વિભાગના કર્મચારીઓ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ગાંધીનગરએ ગુજરાતના પાટનગર કહેવામાં આવી રહ્યુ છે. થોડા દિવસ પહેલા વિધાનસભાની આજુ બાજુમાં જંગલી પ્રાણી જોવામાં આવ્યો હતો. ત્યા દીપડો દેખાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાના પગના નિશાન દેખાતા વન કર્મચારીઓ ઓપરેશન હાથ ધર્યુ છે. અને વન કર્મચારીઓ ઈન્દ્રોડા પાર્ક ખાતે આવેલા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યુ છે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
