તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
નર્મદા જિલ્લાના સાગબારામાં ૭ ઇંચ વરસાદ ખાબક્યો
૭ તાલુકામાં ૪ ઇંચ થી વધુ, ૧૭ તાલુકામાં ૩ ઇંચથી વધુ ૪૦ તાલુકામાં ર ઇંચ આસપાસ વરસાદ પડયો

અમદાવાદ, તા. ર૮ : ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર વાપસી કરી છે. છેલ્લા ૨ અઠવાડિયાથી શાંત રહેલા મેઘરાજાએ આ અઠવાડિયાની શરૂઆતથી જ રાજ્યમાં ફરી એન્ટ્રી કરી હતી. ત્યારે છેલ્લા ૩ દિવસથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૩ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જાણો કયાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૩૩ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ૭ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ૭ તાલુકામાં ૪ ઈંચથી વધુ, ૧૭ તાલુકામાં ૩ ઈંચથી વધુ, ૪૦ તાલુકામાં ૨ ઈંચથી વધુ જ્યારે કુલ ૧૧૦ તાલુકામાં ૧ ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્યથી ૧ ઈંચ સુધી વરસાદ વરસ્યો છે.
આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, જુનાગઢ, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શકયતા છે. કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
