<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

ગુજરાતમાં મેઘાવી માહોલ વચ્ચે વરસતો વરસાદ : દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસ્યો : તાપીના ડોલવણમાં અઢી ઇંચ

વલસાડ જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ : રાજ્યના કુલ 8 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ

અમદાવાદ તા.૨૮ :  ગુજરાતમાં આજે વહેલી સવારથી બપોરના 12 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે.

     આજે શનિવારના રોજ રાજ્યના 73 તાલુકામાં વરસાદ વરસ્યો છે. બપોરે 12 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં 2.44 ઈંચ વરસાદ ખાબક્યો છે. તાપી અને વલસાડ જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે. 

આજે બપોરે 12 વાગ્યા સુધીના વરસાદના આંકડા જોઈએ તો રાજ્યના કુલ 8 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છો.

(2:48 PM IST)