તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
અમદાવાદમાં કર્ણાવતી ક્લબ પાસે ૪૦ લાખની લૂંટ કરી બે શખ્સો રફુચકકરઃ પોલીસ ઘટના સ્થળે પહોંચીને CCTV ચકાસવાની કામગીરી હાથ ધરી
બાઈક પર અજાણ્યા બે શખ્સો આવીને કારમાં પંચર હોવાનું કહેતા કોન્ટ્રાક્ટર કારમાંથી ઉતરીને જોવા ગયા હતા, આટલીવારમાં અજાણ્યા શખ્સોએ કારમાંથી 40 લાખ રૂપિયા ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા

અમદાવાદઃ અમદાવાદમાં કર્ણાવતી ક્લબ પાસે કોન્ટ્રાક્ટર આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને કારથી જઈ રહ્યાં હતા, ત્યારે બાઈક પર અજાણ્યા બે શખ્સો આવીને કારમાં પંચર હોવાનું કહેતા કોન્ટ્રાક્ટર કારમાંથી ઉતરીને જોવા ગયા હતા, આટલીવારમાં અજાણ્યા શખ્સોએ કારમાંથી 40 લાખ રૂપિયા ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને CCTV ચેક કરી રહી છે. ઘટના સ્થળે ઝોન-7 DCP સહિતના અધિકારી પહોંચ્યાની સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. જ્યારે આંગડિયા પેઢીથી આ કારનો પીછો કરવામાં આવી રહ્યો હોવાની આશંકા છે.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
