<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

વડોદરા પર મેઘરાજા મહેરમાન: 2 કલાકમાં ધોધમાર 3 ઈંચ: સાંજના 4 વાગ્યા સુધીમાં 77 તાલુકામાં વરસાદ

વડોદરા: ગુજરાતમાં આજે સવારના 6 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીના સમયગાળામાં 77 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વડોદરા શહેરમાં વરસ્યો છે. વડોદરામાં બપોરના 2 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીના બે કલાકના જ સમયગાળામાં ધોધમાર 3 ઈંચ વરસાદ તુટી પડ્યો હતો. જ્યારે વડોદરના પાદરામાં આ જ સમયગાળામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

(6:31 PM IST)