News of Sunday, 29th September 2024
મહીસાગર નદીમાં અજાણ્યા યુવાનોને નહાવા જવાનું સાહસ કરવું મોઘું પડ્યું
કારન્ટા ગામે નાહવા પડેલા 5 યુવાનો પૈકી 1 યુવક ડૂબ્યો: 4 યુવક સહી સલામત બહાર કાઢવામાં આવ્યા

અમદાવાદ: મહીસાગરના કારન્ટા ગામે નાહવા પડેલા 5 યુવાનો પૈકી 1 યુવક ડૂબ્યો છે. અમદાવાદથી સંબંધીના ઘરે આવેલા 5 યુવક મહીસાગર નદીમાં નાહવા ગયા હતા. ડૂબી જનાર યુવાનનું નામ મોહમ્મદ ફરહાન છે. અન્ય 4 યુવક સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે. મહીસાગર નદીમાં હાલમાં પાણીનુ વહેણ વધુ છે. કડાણા ડેમમાંથી પાણી છોડેલું છે ત્યારે અજાણ્યા યુવાનોને નહાવા જવાનું સાહસ કરવું મોઘું પાડ્યું.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
