News of Monday, 30th September 2024
વાહનની નંબર પ્લેટ ખોવાઇ તો FIR ફરજિયાત
બંને નંબર પ્લેટ ખોવાઇ જાય તો કોઇ પણ જાતની FIR કે ઝંઝટ વગર નવી નંખાવી શકાય : ચોરોએ બંને નંબર પ્લેટ બદલાવવું સરળ, માલિકોને ૧ પ્લેટ બદલાવવા પોલીસના ધક્કા

અમદાવાદ,તા.૩૦: વાહન વ્યવહાર વિભાગના અજબ- ગજબના નીતિ-નિયમોથી રાજયના લાખો વાહનમાલિકોનો ખો નીકળી ગયો છે. વ્હીકલની એક હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ ખોવાઈ જાય કે રસ્તામાં પડી જાય તો તેવા કિસ્સામાં એક પ્લેટ બદલાવવા FIR ફરજિયાત છે. જયારે બંને નંબર પ્લેટ ખોવાઈ જાય કે પડી જાય તો તે બદલાવવા કોઈ FIRની જરૂરી નથી. ચોરી અટકાવવા હાઈકોર્ટે HSRP ફરજિયાત કરી છે, પરંતુ અહીંયા તો ચોર ટોળકીએ વાહન ચોરી કરી બંને નંબર પ્લેટ બદલાવવું હોય સરળ છે. જયારે વાહનમાલિક માલિકીની કારમાં એક પ્લેટ જાય તો પોતે ચોર નહીં હોવાના રૂપે FIRની કોપી આપવી ફરજિયાત છે. હાઈ સિક્યુરિટી નંબર લગાડવાથી વ્હીકલની ચોરી સાથે ચોર ટોળકી નંબર પ્લેટ સરળતાથી બદલી નહીં શકે તે રીતે હાઇકોર્ટે ૨૦૧૨થી તબક્કાવાર રીતે નવા-જૂના વાહનોમાં HSRP ફરજિયાત કરી હતી.HSRP ફરજિયાત કરાયા બાદ રાજ્યના વાહન વ્યવહાર વિભાગે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીથી નંબર પ્લેટ લગાડવાનું બંધ કરી દીધું છે. હવે માત્ર ને માત્ર ડીલરો જ HSRP લગાડી શકા છે. નવું વાહન હોય તે જૂનું પ્લેટ લગાડવાની તમામ સત્તા ડીલરોને સોંપી દેવામાં આવી છે. જોકે, ડીલરોને સત્તા આપવામાં આવ્યા બાદ વાહનમાલિકોએ પારાવાર સરળતાથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આટલું ઓછું હોય તેમ રાજયના વાહન માટે વ્યવહાર વિભાગે એક હાઈ સિક્યુરિટી હાઈકોર્ટ નંબર પ્લેટ ખોવાઈ ગઈ હોય તો તેવા કિસ્સામાં નવી પ્લેટ નંખાવવા માટે FIR કરવી ફરજિયાત કરી દીધું છે. જોકે, સૌથી અચરજની વાત તો એ છે કે, જો વાહનમાલિક બંને નંબર પ્લેટ બદલાવે તો કોઈ FIR ની જરૂર નથી. વાહન વ્યવહાર વિભાગના અજબ- ગજબ નીતિનિયમોને લીધે વાહનમાલિકોનો ખો નીકળી ગયો છે. એક HSRP બદલાવવા ઓનલાઈન પ્રક્રિયા કરવામાં આવે તો FIR નંબર વગર આગળની પ્રક્રિયા થતી નથી જો બંને નંબર પ્લેટ બદલાવો તો કોઈપણ પ્રકારની FIR માંગવામાં આવતી નથી. (૨૨.૭)
એક HSRP ખોવાઈ તો વાહનમાલિકો પાસે RC બુક-આધારકાર્ડ લઈને બદલી શકાય
એક નંબર પ્લેટ તૂટીને ક્યાંક પડી જાય કે કોઈક કારણસર ખોવાઈ જાય તો વાહનમાલિક એક નંબર પ્લેટ બદલાવવા જોય તો તેવા કિસ્સામાં વ્હીકલની માલિકી મુદ્દે પ્રશ્ન ઊભો થતો નથી. હવે બંને નંબર પ્લેટ બદલાવવા જાય તો સૌથી પહેલો પ્રશ્ન થાય કે શા માટે બંને નંબર પ્લેટ બદલાવવી છે. બંને નંબર પ્લેટ કેવી રીતે ખોવાઈ ગઈ. દરમિયાન બંને નંબર પ્લેટ નખાવવા આવનારા પાસે FIRનો આગ્રહ રાખવાને બદલે એક નંબર પ્લેટ બદલાવવા આવનારા પાસે ફરજિયાત FIR માંગવામાં આવે છે. એક નંબર પ્લેટ માટે FIR નહીં કરવી પડે તે માટે વાહનમાલિકને બંને નંબર પ્લેટ બદલી કરવાની સમજણ આપવામાં આવે છે.
વરસાદના પાણીમાં સંખ્યાબંધ વાહનોની પ્લેટ પડી ગઈ
સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ તબાહી સર્જી છે. તેમાં પણ એકાએક ધોધમાર વરસાદ વરસતા રસ્તા પણ ઘંટણસમા પાણી ભરાઈ જાય છે. હવે આ પાણીમાંથી પસાર થતા કેટલાય વાહનચાલકોની હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ પાણીના પ્રવાહને કારણે નીકળી જાય છે. પાણીને કારણે માલિકને ખબર પણ પડતી નથી, ઘરે જઈને ખબર પડે ત્યાં સુધી ખૂબ જ મોડું થઈ ગયું હોય છે. હાલ સુરતમાં સંખ્યાબંધ વાહનમાલિકોની આવી રીતે નંબર પ્લેટ નીકળી ગઈ છે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
