<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

નવરાત્રીમાં ઘેરવાળો ઘાઘરો અને કેડિયા રેન્‍ટ પર લઈ ઘૂમતા ખેલૈયા

કોલેજિયન અને સોસાયટીઓના ગ્રુપમાં પણ સૌથી વધુ માંગ : ૩૦૦ થી ૧૦૦૦ના રેન્‍ટ પર ડ્રેસ મળતા હોવાથી ખરીદીનું ચલણ ઘટયું

સુરત,તા. ૩૦: નવરાત્રીને ગણતરીના દિવસ બાકી છે. નવરાત્રીમાં રાસની રમઝટ બોલાવવા ખૈલેયાઓ યનગની રહ્યા છે. પરંપરાગત ચણિયાચોલી વગર ગરબે ઘુમવું અવરું હોય છે, ખાસ કરીને જે લોકો પ્રોફેશનલ ગ્રૂપમાં રમતી હોય છે તેઓનો આગ્રહ હોય છે કે તેમના દરેક યુવક-યુવતીઓ રોજ ચોક્કસ પેટને અને કલરના જ ચણિયાચોળી અને કેડિયા પહેરે જેવી ગ્રૂપ વિશેષ ઓળખ પામે. નથ દિવસમાં ૧૧૪ ડ્રેસ જયારે પસંદ કરવાની વાત આવે ત્‍યારે પૈસાની સવાલ ન પણ હોય તો ખેલેવાઓ ડ્રેસ રેન્‍ટ પર મેળવે છે. એકાદ ડ્રેસ ખરીદીને બાકીના દિવસો રેન્‍ટ પર ડ્રેસ મેળવી જ તેઓ યોગ્‍ય ગવળે છે. નવરાત્રીના નવેનવ દિવસ બીજા ખેલૈયાથી ચઢીયાળાના દેખાય માટે અલગ અલગ ડ્રેસ રેન્‍ટ પર લઈ મોજ માણવાનું પસંદ કરે છે. શહેરમાં રેન્‍ટ પર ટ્રેડિશનલ ડ્રેસ આપનારા દુકાનદારોના ત્‍યાં બુકિંગ લગભગ ફુલ પણ થઈ ગયું છે. પ્રોફેશનલ આયોજનોમાં ભાગ લેનારા ખેલૈયાઓને બાદ કરતા કોલેજ અને સોસાયટીમાં થતા રાસ-ગરબાના આયોજનોમાં જતા ખેલૈયાઓનાગ્રૂપમાં રેન્‍ટના ડ્રેસની માંગ વધી છે. ટેક્‍સ્‍ટાઈલ સૂત્રોનું માનવામાં આવે તો, ખેલૈયાઓને કચ્‍છી પેચવર્કના ટ્રેડિશનલ ડ્રેસ ખૂબ મોઘા પડે છે. બીજી તરફ વિવિંગ અને એમ્‍બ્રોઈડરી પર બનેલા ટ્રેડિશનલ ડ્રેસના ભાવમાં મોટો ફરક આવે છે. આ પ્રકારના ટ્રેમનું ચલણ પણ ઓછું છે ત્‍યારે લોકો રેન્‍ક પર ટ્રેસ મેળવવાથી ઓખાત વધારે પસંદ કરે એ સ્‍વાભાવિક છે.

 જોકે, રાંદેર વિસ્‍તારના દુકાનદાર અતુલ પાઠક કહે છે કે, એક સમયે પ્રોફેશનલ આયોજનોમાં ભાગ લેનારા ખેલૈયા રેન્‍ટ પર ટ્રેડિશનલ ડ્રેસ લઈ જતા હતા. પરંતુ હવે. ૧૦૦-૧૦૦ અને ૨૦૦-૨૦૦ના ગ્રૂપ એક સાથે મેદાનમાં ઉતરતા હોવાથી તેઓ સમૂહમાં ટ્રેડિરનલ ટ્રેસ સિવડાવી લે છે. જોકે, હજી પણ શાળા-કોલેજ, સંસ્‍થાઓ અને સોસાયટીમાં થતા રાસ- ગરબાના આયોજનામાં જનારા ખેલૈયા રેન્‍ટ પર ટ્રેડિશનલ ટ્રેલ લેવાનું વધુ પસંદ કરે છે. સારી ક્‍વોલિટીનો ડ્રેસ આઠથી દસ હજાર સુધીમાં મળે છે. તે ફક્‍ત નવરાત્રીમાં જ ઉપયોગમાં આવે છે. બીજી બાજુ રેન્‍ટ મળી રહેતા ડ્રેસ પાછળ ફક્‍ત રૂ. ૩૦૦ થી લઈ ૧૦૦૦ સુધીનો ખર્ચ થાય છે. રાંદેર રોડ પર રહેતી આરૂષી કહે છે કે, તેને નવેનવ દિવસ અલગ અલગ વેરાયટી પણ મળી રહે છે. જેથી આજે પણ એ રેન્‍જ પર ટ્રેડિશનલ ડ્રેસ લઈ ગરબા રમવાનું પસંદ કરે છે. અમારા ક્‍લાસમાં પાંચ વર્ષથી લઈ મોટી ઉંમરના બેલૈયા ૧૯, ૧૮ અને ૨૪ના ગ્રૂપમાં ડ્રેસ લઈ જાય છે. ડ્રેસની સાથે એસેસરીઝ પણ આપવામાં આવે છે.

શહેરમાં હાલ ૧૦ થી ૧૫ દુકાનદારો છે જેઓ ગરબામાં રેન્‍ટ પર મોટી સંખ્‍યામાં ટ્રેડિશનલ ડ્રેસ આપે છે. ફક્‍ત નવરાત્રીની સિઝનમાં તેમને ૨૫ લાખની આસપાસ બિઝનેસ મળી પણ જાય છે.

(9:40 AM IST)