<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

ચાપરડા ખાતે આજથી ચાર દિવસીય ગુજરાત ક્રિકેટ ફેસ્‍ટીવલ

રાજકોટ તા. ર૮: ગુજરાત ક્રિકેટ ફેસ્‍ટિલ અને જી ફોર્સ ક્રિકેટ એકેડેમીના સહયોગથી, ૩૦ સપ્‍ટેમ્‍બરથી ૩ ઓકટોબર, સુધી ચાર દિવસની ક્રિકેટ શિબિર અને મેચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ શિબિરમાં ક્રિકેટની તાલીમ, મેચો અને તાલીમ સત્રો યોજાશે, જે આવતા યુવા ક્રિકેટરોને બેસિકથી એડવાન્‍સ કૌશલ્‍યો શીખવા માટે એક અનોખો અવસર આપશે તેમ યાદીમાં જણાવાયું છે.

ગોપાલ જસાપારા (લેવલ ૩ કોચ) અને રાજેશ રાણપુરા એસીસી લેવલ ટુ કોચ સેવા આપશે.  રજીસ્‍ટ્રેશનઃ રાજેશ રાણપુરા-+૯૧ ૯૧૦૬૮ ૬૦૩૪૯, ગોપાલ જસાપારાઃ +૯૭૧ પપ૩૩૬ ૭૪૯૯.

સ્‍થળઃ બ્રહ્માનંદ વિદ્યાધામ, ચાપરડા, જુનાગઢથી ૩૩ કિ.મી. વધુ વિગત માટે માધવ જસાપરા ૯૯ર૪૧ ૩૦૩૩૮નો સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું છે.

(11:55 AM IST)