<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ:વડોદરામાં પુરનું સંકટ :શાળા-કોલેજોમાં રજા જાહેર

સૌથી વધુ વરસાદ વિસાવદર તાલુકામાં 4.4 ઈંચ વરસાદ: વડોદરા શહેરમાં 3.77 ઈંચ વરસાદ:કુલ 6 જેટલા તાલુકામાં 3 ઈંચથી વધુ જ્યારે 11 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો

અમદાવાદ : ગુજરાતમાં હાલ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રવિવારના રોજ કુલ 134 તાલુકામાં મેઘમહેર થઈ છે. જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ વિસાવદર તાલુકામાં 4.4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વડોદરા શહેરમાં 3.77 ઈંચ વરસાદથી શહેરમાં ફરી એકવાર પૂરનું સંકટ ઘેરાયું છે. આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.

રાજ્યના કુલ 6 જેટલા તાલુકામાં 3 ઈંચથી વધુ જ્યારે 11 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 22 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે અન્ય તાલુકામાં સામાન્યથી 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

(12:01 PM IST)