<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

અમદાવાદ ખાતે ખેતી બેન્‍કની શાખાઓના પ્રતિનિધિઓનું સભ્‍યોને રિવ્‍યું બેઠકમાં સન્‍માન

રજનીભાઇ પટેલ ઉપસ્‍થિત : ડોલરભાઇ કોટેચાની અધ્‍યક્ષતામાં આયોજન કરાયું

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ર૦:  ખેતી બેન્‍કની આશ્રમ રોડ, અમદાવાદ સ્‍થિત વડી કચેરીએ બેન્‍કની રાજ્‍યભરમાં આવેલ ૧૭૭ શાખાઓના પ્રતિનિધીશ્રીઓ અને સભ્‍યશ્રીઓના સન્‍માનનો જીલ્લાવાર કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના પ્રતિનિધિઓના સન્‍માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આજના આ કાર્યક્રમમાં રાજ્‍યના પૂર્વ ગળહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રજનીભાઈ પટેલ ઉપસ્‍થિત રહેલ હતા.

આજે પ્રથમ દિવસે સવારે સાબરકાંઠા જિલ્લાની શાખાઓ અને તે બાદ બપોરના સમયે મહેસાણા જિલ્લાની શાખાઓની રિવ્‍યુ મીટિંગ અને શાખા સમિતિના પ્રતિનિધિીઓનો સન્‍માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.

આ રિવ્‍યુ મીટિંગમાં બેન્‍કના ચેરમેન  ડોલરભાઈ કોટેચાના આમંત્રણને માન આપી રાજ્‍યના પૂર્વ ગળહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી  રાજનીભાઈ પટેલ ઉપસ્‍થિત રહેલ. જેમને બેન્‍કના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ હર્ષભેર આવકારી તેઓનું ફૂલહાર અને મોમેન્‍ટો આપી સન્‍માન કરેલ. આજની રીવ્‍યુ મીટિંગમાં ઉપસ્‍થિત સાબરકાંઠા જિલ્લા ડિરેક્‍ટર ફલજીભાઈ પટેલ અને મહેસાણા જિલ્લા ડિરેક્‍ટરશ્રી રામજીભાઇ ચૌધરીએ અને જિલ્લાની શાખા સમિતિના પ્રતિનિધિઓ-સભ્‍યોએ હદયપુર્વક આવકારી તેઓનું સન્‍માન કરેલ.

સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાની શાખા સમિતિના સભ્‍યો અને પ્રતિનિધીઓનું બેન્‍કના ચેરમેનએ ફૂલહાર અને મોમેન્‍ટો આપી બહુમાન કરેલ અને તેઓની બેંક પ્રત્‍યેની અવિરત સેવાને બીરદાવેલ અને આગામી સમયમાં પણ બેન્‍કની પ્રગતિ અને વિકાસમાં તેઓનો સહયોગ મળી રહેશે તેવી આશા વ્‍યક્‍ત કરેલ છે

(1:36 PM IST)