તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
ગુજરાતમાં ગીધની વસ્તી ૧૭ વર્ષમાં ઘટીને ૨૮૩ થઇ : નામશેષ થવાની બીક
ગુજરાતમાં ૨૪ જિલ્લાઓમાં ગીધ જોવા મળે છે : વર્ષ ૨૦૦૫માં રાજ્યમાં ગીધની વસ્તી ૨,૧૩૫ હતી

અમદાવાદ : ગુજરાતમાં ગીધ નામશેષ થવાના આરે છે. વર્ષ ૨૦૦૫માં રાજ્યમાં ગીધની વસ્તી ૨,૧૩૫ હતી. જેની સંખ્યા ગીર ફાઉન્ડેશનની વર્ષ ૨૦૨૨ની વસ્તી ગણતરી મુજબ ઘટીને ૨૮૩ થઈ ગઈ હતી. એટલે કે ૧૭ વર્ષમાં ૧,૮૫૨ ગીધના મોત થઇ ચૂકયા છે. જે ચિંતાજનક અને ચોંકાવનારી સ્થિતિ છે. ગાય, ભેંસ સહિતના પાલતું પશુઓને સારવાર દરમિયાન અપાતી હાનિકારક દવાઓ ગીધ જ્યારે મળતપશુને આહાર બનાવે છે ત્યારે આડઅસર ઊભી કરે છે જેના કારણે ગીધની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી રહી છે.
ડાઇક્લોફેનાક દવાને સરકારે વર્ષ ૨૦૦૬માં -તિબંધિત કરી દીધી હતી. ઉપરાંત પાલતું પશુઓમાં પેઇન કિલર તરીકે વપરાતી એક્સેલોફેનાક અને કેટાપ્રોફેન દવા પણ પ્રતિબિંધત કરાઇ છે. છતાં આ દાવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે. હવે નીમેસુલાઇડ દવાને પણ બંધ કરવાની માંગણી ઊઠી છે. અમદાવાદ ખાતે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારા ગીધ સંરક્ષણ પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં પક્ષી પ્રેમીઓ, નિષ્ણાતોએ ભાગ લીધો હતો. ગીધના રક્ષણ અંગે ચર્ચા કરાઇ હતી. વિશ્વભરમાં ગીધ નામશેષ થવાના આરે છે. બે દાયકામાં સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી છે. કેટલીક વેટરનરી દવાઓનો વ્યાપક ઉપયોગ આ માટે મુખ્ય કારણભૂત મનાઇ રહ્યું છે. ગુજરાતમાં ગીધની વસ્તી વધારવા માટે બ્રિડિંગ સેન્ટરો બનાવવાની માંગણી છે.
હાલ જુનાગઢમાં શક્કરબાગમાં બ્રિડિંગ સેન્ટર છે તેને અત્યાધુનિક બનાવવાની પણ માગ ઊઠી છે. ઉપરાંત વલ્ચર સેફ ઝોન બનાવવા પણ જરૂરી છે. ખોરાક-પાણીની અછત, વાવાઝોડા સહિતની કુદરતી આફત પણ ગીધની વસ્તી ઘટવા પાછળના કારણો છે. વેટરનરી ડ્રગ ટોક્સિસિટી પશુઓમાં નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફલેમેટરી દવાઓ જેમાં ડાઇક્લોફેનાકનો સમાવેશ થાય છે. તે ગીધની વસ્તીના ઘટાડા માટેનું મુખ્ય પરિબળ છે.
ગીધને સફાઇ કામદાર તરીકે ઓખળાય છે. રોગના સંક્રમણ રોકવામાં તે મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. મળત પશુને સાફ કરીને ગીધ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર યોગદાન આપે છે અને એન્થ્રેક્સ અને હડકવા જેવી બીમારીઓને અન્ય -ાણીઓમાં ફેલાવો અટકાવે છે. બીજી તરફ પારસી સમુદાય જેવી કેટલીક સંસ્કળતિઓમાં ગીધ પવિત્ર અથવા અત્યંત મૂલ્યવાન છે અને તેમના લુપ્ત થવાથી સમાજ પર મોટી અસર પડી શકે છે.
ગુજરાતમાં ૨૪ જિલ્લાઓમાં ગીધ જોવા મળે છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, મહિસાગર, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, કચ્છ જિલ્લામાં ગીધની વસ્તી જોવા મળતી હતી, તેમાંથી હવે મોટાભાગના જિલ્લાઓમાં નામશેષ થવા જઇ રહી છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
