<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

નવનિર્મિત હીરામણિ આરોગ્‍યધામના સહયોગીઓનું સંતોના સુભાષિસ સાથે સન્‍માન

ગાંધીનગર અડાલજમાં નવનિર્માણ પામેલ હીરામણિ આરોગ્‍યધામ ડે-કેર હોસ્‍પિટલના દાતાઓ અને શુભેચ્‍છકો શ્રી ઇશ્વરચરણ સ્‍વામી, શ્રી અક્ષતવત્‍સલ સ્‍વામી, શ્રી યોગી સ્‍મરણ સ્‍વામીના હસ્‍તે સન્‍માન કરાયેલ. સંતોએ નરહરિ અમીન, વરૂણ અમીન, વગેરેને આશીર્વાદ આપ્‍યા હતા.

રાજકોટઃ જનસહાયક ટ્રસ્‍ટ દ્વારા હીરામણિ આરોગ્‍યધામ, અડાલજ ખાતે નિર્માણ થયેલ ડે-કેર હોસ્‍પિટલના દાતાઓ અને શુભેચ્‍છકોનો સન્‍માન સમારંભ બીએપીએસ સંસ્‍થાના સ્‍વામીશ્રી ઇશ્વરચરણ સ્‍વામી તથા અક્ષત વત્‍સલ સ્‍વામી અને યોગીસ્‍મરણ સ્‍વામીના આર્શીવચન સાથે યોજાયેલ. લગભગ ૫૦ કરોડના ખર્ચે બનેલ હોસ્‍પિટલમાં ઉદાર હાથે દાન આપનાર તથા તેના નિર્માણ કાર્યમાં સહયોગ આપનાર મહાનુભાવોનો સન્‍માન સમારંભ અડાલજ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે લગભગ ૩૦૦ જેટલા મહાનુભાવો તેમજ જનસહાયક ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી નરહરિ અમીન, ઉપપ્રમુખશ્રી નીતાબેન અમીન, મેનેજિંગ ટ્રસ્‍ટી શ્રી ડો. વરૂણ અમીન, ટ્રસ્‍ટીઓ, ગવર્નિંગ બોર્ડના મેમ્‍બર્સ અને વિવિધ રોગોના નિષ્‍ણાંત ડોકટરો ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:43 PM IST)