<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

૭૫ એવોર્ડ મેળવી ઇતિહાસ રચનાર આરસીસી બેંકને વધુ બે એવોર્ડ એનાયત

એવોર્ડ વિતરણ માટે પરફોર્મન્‍સ આધારીત બેંકોની પસંદગી કરવા બેંકના સીઇઓ ડો.પુરૂષોત્તમ પીપરીયાની જ્‍યુરી તરીકે નિમણુંક થયેલ તે આરસીસી બેંક માટે ખૂબ જ ગૌરવવંતી બાબતઃ ડો.બીનાબેન કુંડલીયા : પૂર્વ ચેરમેનશ્રી જયંતીભાઇ કુંડલીયાના ગ્રાહક સેવાના સિઘ્‍ધાંતને અનુસરી બેંકને આજે અન્‍ય બે એવોર્ડ પ્રાપ્‍ત થતા આરસીસી બેંક સ્‍ટાફ પરીવાર હર્ષની લાગણી અનુભવી રહી છેઃ ડો.પુરૂષોત્તમ પીપરીયા : ડો. પુરૂષોત્તમ પીપરીયાની સુજબુજ અને સાથી કર્મચારીઓના ઉમદા સહયોગ થકી બેંકની સિઘ્‍ધીઓ આ મુકામ પર પહોંચી છેઃ પ્રકાશ શંખાવલા : આરસીસી બેંક ગ્રાહકોને અનેક પ્રકારની ડીજીટલ સર્વિસ આપવામાં મોખરાના સ્‍થાને રહેલ છે જે બેંક માટે ખૂબ જ ગૌરવવંતી બાબતઃ જુલીબેન પીપરીયા

પ્રસ્‍તુત પહેલી તસ્‍વીરમાં આરસીસી બેંકના સીઇઓ ડો.પુરૂષોત્તમ પીપરીયાને જ્‍યુરી મેમ્‍બર તરીકે સન્‍માનીત કરાતા દ્રષ્‍ટિગોચર થાય છે તેમજ બીજી તસ્‍વીરમાં NAFCUB અને GUJFED ના હોદ્‌ેદારો ડો.પુરૂષોત્તમ પીપરીયાને એવોર્ડ એનાયત કરતા દ્રષ્‍ટિગોચર થાય છે.   

રાજકોટઃ તાજેતરમાં રોજ ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશન દ્વારા ફાઇવસ્‍ટાર હોટલ લીલા, ગાંધીનગર મુકામે સહકાર સેતુ-ર૦ર૪નું મેગા ઇવેન્‍ટ અને કોન્‍ફરન્‍સ યોજવામાં આવેલ જેમાં ગુજરાતભરની ર૦૦ થી વધુ કો-ઓપરેટીવ બેંકોના ચેરમેનશ્રી, મેનેજીંગ ડિરેકટર, સીઇઓ, ડી.જી.એમ સહિત અનેક સિનીયર લેવલના પદાધિકારીઓએ હાજરી આપેલ હતી, જેમાં રાજકોટ સ્‍થિત આવેલ ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી. ના સીઇઓ ડો.પુરૂષોત્તમ પીપરીયાની એવોર્ડ વિતરણ માટે પરફોર્મન્‍સ આધારીત બેંકોની પસંદગી કરવા જ્‍યુરી તરીકે નિમણુંક થતા તેઓને ખાસ નિમંત્રીત કરેલ સાથે ડી.જી.એમ. પ્રકાશ શંખાવલા પણ ઉપસ્‍થિત રહેલ.

આ ઇવેન્‍ટમાં ગુજરાત ભરની કો-ઓપરેટીવ બેંકોના ચેરમેન, એમ.ડી., વાઇસ ચેરમેન તેમજ સીઇઓ, ડીજીએમ, એજીએમ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહેલ હતા.

પ્રવર્તમાન ટેકનોલોજીના યુગને ઘ્‍યાને રાખી ફાયનાન્‍સીયલ સેકટરમાં ક્રાંતી સાથે સાયબર સીકયુરીટીના વિષયે વિશેષ પેનલ ડીસ્‍કટશનનું આયોજન કરવામાં આવેલ જે પેનલ ડિસ્‍કશન-૧ માં Building Values through Innovative & Smart Banking : Trends and Future Perspectives for UCBs ઉપર ડિસ્‍કશન કરેલ તેમજ પેનલ ડિસ્‍કશન-ર માં Out-Smarting the Smarter : The importance of Cyber Security in the time of hyper Digital Banking  ઉપર ડિસ્‍કશન વિષય તજજ્ઞોએ કરેલ.

ઇવેન્‍ટમાં એવોર્ડ સેરેમનીમાં ખાસ કરીને જે બેંકોને ૧૦૦ વર્ષ પુરા થયા હોય તેને પ્રોત્‍સાહીત કરવામાં આવેલ તેમજ નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માં કાસા ડિપોઝીટ, ગ્રોસ એનપીએ, નેટ ઇન્‍ટરેસ્‍ટ માર્જીન, એસેટ કવોલીટી, બીઝનેશ પર એમ્‍પલોઇ, હમ રેશીયો વિગેરે પેરામીટર ચકાસી શ્રેષ્ઠ કામગીરી કરનાર બેંકોને એવોર્ડથી નવાજવામાં આવેલ.

મહત્‍વની બાબત એ છે કે આ ઇવેન્‍ટમાં રાજકોટની ધિ રાજકોટ કોમર્શિયલ કો-ઓપ. બેંક લી. ને ફરી એક વાર અલગ અલગ બે કેટેગરીમાં એવોર્ડ એનાયત થયેલ હતા જે બેંક માટે ખૂબ જ ગૌરવવંતી બાબત છે અને જેનાથી બેંક સ્‍ટાફ પરિવાર અને બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં ખૂબ જ હર્ષ અને ઉલ્લાસની લાગણી છવાઇ ગયેલ છે.

બેંકના સ્‍થાપક અને પૂર્વ ચેરમેનશ્રી જયંતિભાઇ કુંડલિયાના સુપુત્રી ડો.બીનાબેન કુંડલિયાની અનેક ક્ષેત્રની સંચાલનકિય આવડતને કારણે બેંકે રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય લેવલના અનેક એવોર્ડસ પ્રાપ્‍ત કરેલ છે, જેમાં બેસ્‍ટ સંચાલકનો એવોર્ડનો પણ સમાવેશ થાય છે તે અભિનંદનને પાત્ર છે.

આરસીસી બેંકના સીઇઓ ડો.પુરૂષોત્તમ પીપરીયાની ફરજના કાર્યકાળ દરમિયાન અનેક રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાના આશરે ૭પ જેટલા એવોર્ડ પ્રાપ્‍ત થયેલ છે. જેની ટુંકમાં માહિતી નીચે પ્રમાણે છે.

સહકારી બેંકોનુ પ્રતિષ્ઠિત મેગેઝીન ‘બેંકો' દ્વારા બેંકને સને-ર૦૧૬, ર૦૧૭, ર૦૧૮, ર૦૧૯, ર૦ર૦, ર૦ર૧ અને ર૦ર૩ માં એવોર્ડ એનાયત થયેલ, વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) દ્વારા સને-ર૦૧૮ માં બેંકને સન્‍માનીત કરી સન્‍માનપત્ર એનાયત થયેલ, ગુજરાત રાજય સહકારી સંઘ, અમદાવાદ,  શિલ્‍ડ હરીફાઇ-ર૦૧૯ માં બેંકને ‘પ્રથમ પ્રભાવક શિલ્‍ડ અને પ્રશસ્‍તિ પત્ર' એનાયત થયેલ, ગુજરાત રાજય સહકારી સંઘ દ્વારા સને ર૦૧૮-૧૯ અને ર૦૧૯-ર૦ ના વર્ષમાં ઉતમ કામ કરનાર નાગરીક સહકારી બેંક માટેની હરીફાઇમાં બેંકને ભભપ્રથમ પ્રભાવક શિલ્‍ડ અને પ્રશસ્‍તિ પત્રભભ એનાયત થયેલ, સહકારી બેંકોનુ પ્રતિષ્ઠિત મેગેઝીન ‘બેંકો' દ્વારા આર.સી.સી. બેંકને સને-ર૦ર૧ માં એવોર્ડ એનાયત થતા આશરે ૭પ જેટલા એવોર્ડ આરસીસી બેંકએ હાંસલ કરી ઇતિહાસ રચ્‍યો છે અને ટોંચનું સ્‍થાન હાંસલ કરેલ છે જે ખૂબ જ ગૌરવવંતી બાબત છે. 

હાલ તાજેતરમાં આરસીસી બેંકને ગુજરાત અર્બન કો-ઓપ. બેંકસ ફેડરેશન, સહકાર સેતુ-ર૦ર૪ દ્વારા CASA Deposits અને Net Interest Margin એમ બે વિષય ઉપર ઉપર ઉત્તમ કામગીરી કરવા બદલ બે એવોર્ડ એનાયત થયેલ છે જે આરસીસી બેંક માટે તેમજ બેંકના બોર્ડ ઓફ ડાયરેકટર્સ માટે ખૂબ જ ગૌરવવંતી બાબત છે.    

આરસીસી બેંકને એવોર્ડ એનાયત થતા બેંકના સીઇઓ ડો.પુરૂષોત્તમ પીપરીયા ખાસ મંતવ્‍ય આપતા બેંક વિષયે જણાવેલ હતું કે, આરસીસી બેંકના સંચાલકો સેવા ક્ષેત્રનો ભવ્‍ય ઇતિહાસ ધરાવે છે. બેંકના સ્‍થાપક અને પૂર્વ ચેરમેનશ્રી જયંતિભાઇ કુંડલિયાના વિચારોને પ્રવર્તમાન બોર્ડ ઓફ ડાયરેકટર્સ આગળ વધારી રહૃાા છે તે નોંધનીય છે. કોરોના કાળમાં ન્નયારે ધંધા/રોજગાર બંધ હતા ત્‍યારે આરસીસી બેંકે તેમના ગ્રાહકોને વ્‍યાજમાં પ૦% ની રાહત આપી તે તેમની સામાજીક જવાબદારીની સભાનતા ઉજાગર કરે છે. મને જાણીને આનંદ થાય છે કે, બેંક કપરા સમયમાંથી બહાર આવી ફિનીકસ પક્ષીની જેમ રાખમાંથી ઉંચી ઉડાન કરી રહી છે. આ અગાઉ પણ અગાઉના વર્ષ ના સમયગાળામાં આરસીસી બેંકને અનેક ઉચ્‍ચ કક્ષાના એવોર્ડસ એનાયત થયેલ જે બાબત અદ્વિતીય કહી શકાય.

ડો.પીપરીયાએ વધુમાં જણાવેલ હતુ કે, આજે આરસીસી બેંક જે ઉચ્‍ચતમ દિશામાં જઇ રહી છે તે સરાહનીય છે. ગ્રાહકોની ઇચ્‍છાને વાચા આપવામાં આરસીસી બેંક લાજવાબ કાર્ય કરી રહી છે તે નોંધનીય છે. આરસીસી બેંકે અનેક સિઘ્‍ધિઓ હાંસલ કરીને બેંકના ઇતિહાસને વધારે ગૌરવશાળી બનાવેલ છે.

આરસીસી બેંકને એવોર્ડ એનાયત થતા બેંકના ડીજીએમ પ્રકાશ શંખાવલાએ ખાસ મંતવ્‍ય આપતા જણાવેલ હતું કે, બેંકની સફળતા પાછળ હંમેશા સ્‍ટાફ પરીવારનો સિંહ ફાળો હોય છે. બોર્ડ ઓફ ડિરેકટર્સના માર્ગદર્શન હેઠળ બેંકના સીઇઓ ડો.પુરૂષોત્તમ પીપરીયાના નેતૃત્‍વમાં સ્‍ટાફ પરીવારની કામગીરીના કારણે જ બેંક તેમના લક્ષ્યાંકો સિઘ્‍ધ કરવામાં સફળ રહી છે. બેંક આર્થિક સક્ષમતાની દ્રષ્‍ટિએ રાષ્‍ટ્ર ભરની બેંકોમાં પ્રથમ હરોળનું સ્‍થાન ધરાવે છે તે ગૌરવપદ બાબત છે. બેંકના સ્‍ટાફ પરીવારની ગ્રાહક સેવા અવલ્લ નંબરે રહી હોવાથી બેંકના ગ્રાહકો રાજીપાની લાગણીઓ વ્‍યકત કરે છે અને જ્‍યારે આરસીસી બેંકને આ ઉચ્‍ચ કક્ષાના હજુ બે એવોર્ડ એનાયત થયેલ છે તેનાથી બેંક સ્‍ટાફ પરિવાર ખૂબ જ પ્રભાવિત થયેલ છે.

પ્રકાશ શંખાવલાએ વધુમાં જણાવેલ હતું કે, આરસીસી બેંક કોર્પોરેટ ગર્વનન્‍સના સિઘ્‍ધાંતોને ચુસ્‍તપણે અમલવારી કરી સુચારૂ સંચાલન કરી રહી છે તે માટે બોર્ડ ઓફ ડાયરેટર્સ અને સ્‍ટાફ પરીવાર અભિનંદનને પાત્ર છે. મે એ પણ જોયુ છે કે, બેંકનો સ્‍ટાફ પરીવાર પબ્‍લીક રિલેશનમાં સરાહનીય ફરજ બજાવી રહેલ છે. બેંકના સીઇઓ ડો.પુરૂષોત્તમ પીપરીયાના નેતૃત્‍વમાં બેંકે સેંકડો સિઘ્‍ધિઓ હાંસલ કરી છે અને તેઓ તેમના સાથી કર્મચારીઓની કુનેહ પ્રમાણે કામગીરી લેવામાં પારંગત રહૃાા છે.

બેંકના એજીએમ અને આઇટી હેડ જુલી પીપરીયા જણાવે છે કે, બેંકના ગ્રાહકોને ડિઝીટલ સર્વિસ પુરી પાડવામાં બેંક ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવી રહી છે જેના ભાગરૂપે બેંક હાલ મોબાઇલ બેંકિંગમાં UPI, BAPS, IMPS, RTGS, NEFT વિગેરે સર્વિસ અવીરતપણે આપી રહી છે જેનો જબરો પ્રતીસાદ આરસીસી બેંકના ગ્રાહકોમાં જોવા મળેલ છે.

વધુમાં આરસીસી બેંક વિષે કહીએ તો, બેંકના સંચાલનની જવાબદારી જયારે રાજકોટના ભામાશા શેઠશ્રી જયંતિભાઇ કુંડલિયાની પુત્રી ડો.બીનાબેન કુંડલિયા બોર્ડ ઓફ ડિરેકટર્સના માર્ગદર્શન હેઠળ નિભાવી રહૃાા હોય ત્‍યારે બેંક હરણફાળ ગતિએ પ્રગતિ કરે જ તે સ્‍વાભાવિક છે. આરસીસી બેંક સમાજના નબળા વર્ગને ઉંચે લાવવામાં વધુને વધુ સેવાઓ પ્રદાન કરે તેવી શુભકામના સાથે સંચાલકોને અભિનંદન પાઠવુ છું.

આ ઇવેન્‍ટને સફળ બનાવવા માટે મુખ્‍ય મહેમાન તરીકે ગુજરાતના ચીફ મિનીસ્‍ટર ભુપેન્‍દ્રભાઇ પટેલ, સહકાર મંત્રીશ્રી જગદિશભાઇ વિશ્‍વકર્મા, NAFCUBના ચેરમેનશ્રી લક્ષ્મી દાસ, GUJFEDના ચેરમેનશ્રી જયોતિન્‍દ્રભાઇ મહેતા વિગેરે મહાનુભાવોએ ખાસ ઉપસ્‍થિતી આપી ઇવેન્‍ટને વધારે વેગવંતી બનાવેલ હતી.

(3:43 PM IST)