<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

દાહોદની ઘટના સંદર્ભે ‘‘આપ'' મહિલા મોરચો અને છાત્ર સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન

 

રાજકોટઃ દાહોદની એક સરકારી શાળાના આચાર્યએ છ વર્ષથી માસુમ વિદ્યાર્થિની સાથે બળજબરી કરવાની કોશિશ કરી અને ત્‍યારબાદ તેની હત્‍યા કરી દીધી. આ ઘટનાના સામે કડક પગલા ભરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ-CYSS દ્વારા પ્‍લે કાર્ડ, સૂત્રોચ્‍ચાર સાથે તેમજ AAP મહિલા મોરચા દ્વારા મુખ્‍યમંત્રીના ફોટાને બંગડીઓ બતાવી રાજકોટના કિસાનપરા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યું. ગુજરાત રાજયના રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, બોટાદ જેવા અનેક શહેરોમાં વારંવાર મહિલાઓ-વિદ્યાર્થિનીઓ સાથે દુષ્‍કર્મ, અત્‍યાચાર, હત્‍યા જેવા બનાવો થતા જોવા મળે છે, જે ખૂબ ગંભીર બાબત છે. આવા બનાવો બનતા રોકવા માટે આ વિરોધ પ્રદર્શ થકી CYSS પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા, રાજકોટ પ્રમુખ પ્રણવ ગઢવી, શહેર મહિલા પ્રમુખ રાજલબેન ગઢવી, જીલ્લા મહિલા પ્રમુખ મનિષાબેન બાંભરોલીયા અને ટીમ દ્વારા સ્‍પષ્‍ટ માંગ કરવામાં આવી કે, રાજય સરકાર દ્વારા આવી બાબતોમાં તાત્‍કાલિક ન્‍યાય મળે તે માટે આવા કેસ ફાસ્‍ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે. દરમિયાન પોલીસે વિરોધ પ્રદર્શન કરનારાઓ સામે અટકાયતી પગલા ભર્યા હતા. તે સમયની તસ્‍વીરો નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(4:10 PM IST)