<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

વડોદરામાં પાલિકાની ઘોર બેદરકારી : ખાડામાં પડ્યું બાળક :પિતા પણ ખાબક્યા :સ્થાનિકોએ બચાવવા લગાવી છલાંગ

સંતરામનગરમાં પાણીની લાઈન માટે ખોદેલા ખાડામાં છત્રી લઇને જતું બાળક પડ્યું :બાળકને બચાવવા જતા તેના પિતા પણ ખાડામાં ખાબક્યા

વડોદરા શહેરમાં ખાડા ખોદીને અધૂરા મુકી દેવાના તંત્રના પાપે સ્થાનિક લોકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે..વડોદરામાં અનરાધાર વરસાદ બાદ આ ખાડા જીવલેણ બની ચૂક્યા છે. દરમ્યાન એક એવી ઘટના ઘટી જેણે તંત્રની આ ઘોરબેદરકારીની પોલ ખોલી છે.

  શહેરના સંતરામનગરમાં પાણીની લાઈન માટે ખોદેલા ખાડામાં છત્રી લઇને જતું બાળક ખાબક્યુ હતું.. આ બાળકને બચાવવા જતા તેના પિતા પણ ખાડામાં ખાબક્યા હતા. જો કે સ્થાનિક લોકો તુરંત દોડી આવ્યા હતા અને પિતા તેમજ પુત્રને બચાવીને ખાડામાંથી બહાર કાઢ્યા હતા. 

ખાડા ખોદીને પછી કોઇપણ જાતના સાઇનબોર્ડ કે સુચના વગર આ રીતે ખાડાને ખુલ્લા મુકી દેવા કેટલા જીવલેણ છે શું તંત્ર તે વાતથી અજાણ છે કે પછી તેને લોકોના જીવની કંઇ પડી નથી

(7:18 PM IST)