તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ અને પવનના કારણે તારાજી: જિલ્લામાં 300 સ્થળે વીજ પુરવઠો બંધ થયાની ફરિયાદ
ભારે પવનના કારણે 50થી વધુ વીજપોલ અને TC ક્ષત્રિગ્રસ્ત થયા: લખતર અને મૂળી વિસ્તારના 10 થી વધુ ગામોમાં 72 કલાકથી વીજળીનો પુરવઠો ખોરવાયો:વીજળીના અભાવે ખેડૂતોને હાલાકી :72 કલાક બાદ પણ વીજ પુરવઠો ઠપ્પ

સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ અને પવનના કારણે તારાજી સર્જાઈ છે. ભારે પવનના કારણે વીજ પુરવઠાને અસર પહોંચી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 300 સ્થળે વીજ પુરવઠો બંધ થયાની ફરિયાદ વીજ વિભાગને મળી છે
. ભારે પવનના કારણે 50થી વધુ વીજપોલ અને TC ક્ષત્રિગ્રસ્ત થયા છે. લખતર અને મૂળી વિસ્તારના 10 થી વધુ ગામોમાં 72 કલાકથી વીજળીનો પુરવઠો ખોરવાયો છે. વીજળીના અભાવે ખેડૂતો હાલાકી વેઠી રહ્યા છે. 72 કલાક બાદ પણ વીજ પુરવઠો પૂર્વવત ન થતા વીજ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
