તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 30th September 2024
રાજ્યમાં કપાસનો ઉંચો ભાવ રાજકોટમાં રૂ.1654 સુધી બોલાયો : જાણો અન્ય 35 યાર્ડમાં શું રહ્યો ભાવ? : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 35 માર્કેટ યાર્ડમાં કુલ 853.67 ટન કપાસની આવક થઇ

અમદાવાદ :આજે ગુજરાતની 35 માર્કેટ યાર્ડમાં કુલ 853.67 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ અમરેલી માર્કેટ યાર્ડમા 1660 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ઉંચો ભાવ 1654 રૂ. અને નીચો ભાવ 1470 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બાબરામાં 1658 રુ., બોટાદમાં 1645 રૂ., હળવદમાં 1639 રુ., જસદણમાં 1635 રૂ., ગોંડલમાં 1586 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 853.67 ટન કપાસની આવક થઇ છે. જેમાં અમરેલીમાં 185.71 ટન, મોરબીમાં 180.50 ટન, બોટાદમાં 141.60 ટન, રાજકોટમાં 127.20 ટન, સુરેન્દ્રનગરમાં 62.26 ટન, મહેસાણામાં 56.30 ટન, જૂનાગઢમાં 44 ટન, છોટા ઉદેપુરમાં 24.58 ટન, જામનગરમાં 16.30 ટન, કચ્છમાં 5.70 ટન, અમદાવાદમાં 5.40 ટન, ભાવનગરાં 2.32 ટન, ભરૂચમાં 1.10 ટન, સુરતમાં 0.70 ટન કપાસની આવક થઇ છે.

(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
