<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

રાજપીપળાથી રામગઢ જતો કરજણ નદી પરનો પુલ ત્રીજી વખત થોડોક બેસી જતા પોલીસ ગોઠવવી પડી

પુલના નાકે પોલીસ મૂકી ભારે વાહનો માટે પુલ બંધ કરાયો :ભૂતકાળમાં બે વખત પુલનો એક પિલ્લર અંદર બેસી ગયો હતો અને પેલા છેડે રોડ બેસી જતા મોટું ગાબડું પડ્યું હતું:ભૂતકાળમાં આ ગાબડામાં એક બાઈક સવાર રાત્રીના અંધારામાં ખાબકતા ગંભીર ઇજા બાદ મોતને પણ ભેટ્યો હતો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળાની કરજણ નદી પર બનાવેલા રામગઢ જતા પુલ પર હાલમાં ત્રીજી વખત પુલ બેસી જવાની ઘટના સામે આવી છે ભૂતકાળમાં બે વખત એક પીલ્લર અંદર બેસી જતા લાંબા સમય સુધી પુલ બંધ રખાયો હતો અને હાલમાં થોડોક બેસી જતા ભારે વાહનો માટે અવર જવર બંધ કરવા ત્યાં પોલીસ ખડકી દીધી છે.
રાજપીપળાથી રામગઢ ને જોડતા કરજણ નદી પરના પુલમાં હાલમાં ત્રીજી વખત ખામી સર્જાય છે ભૂતકાળ માં બે વખત આ પુલનો વચ્ચેનો એક પીલ્લર થોડોક દબાઈ ગયો હતો અને તેની મરામત કરવામાં આવી હતી ત્યારબાદ ઘણા સમય બાદ હાલમાં ફરી આ પુલનો પીલ્લર થોડોક બેસી ગયો હોવાનું જોવા મળ્યું છે, પુલ ઉપર થી નજર કરીએ તો વચ્ચે નો ભાગ રીતસર નો અંદર બેઠેલો જણાય છે. જેના કારણે ભારે વાહનો માટે હાલ માં આ પુલ બંધ કરી ત્યાં બેરિકેટ લગાવી પોલીસ મૂકવામાં આવી છે. હાલમાં ફક્ત ટુ વ્હીલર વાહનો જ પુલ ઉપરથી આવન જાવન કરી રહ્યા છે. પુલની સત્વરે મરામત કરાય તેવી માંગ

(11:19 PM IST)