<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

સુરતમાં ખરાબ રસ્તાઓ બ્વે દિવસમાં સારા બનાવી દેવાશે :મેયર દક્ષેશ માવાણીની ખાતરી

મેયરે કહ્યું અધિકારીઓને અલ્ટીમેટમ આપ્યું હતું પરંતુ બે દિવસ સતત વરસાદના કારણે કામગીરીમાં રુકાવટ આવી

સુરતમાં ચોમાસામાં તુટી ગયેલા રોડ અંગે મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે, આગામી બે દિવસમાં ખરાબ રસ્તાઓ સારા બનાવી દેવાશે. ખરાબ રસ્તાને લઈ અધિકારીઓને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 2 દિવસ સતત વરસાદ વરસ્યો છે. જેના કારણે રસ્તા બનાવવાની કામગીરીમાં રુકાવટ આવી છે. 

 મેયરે ખાતરી આપતા જણાવ્યું હતું કે આગામી શુક્રવાર સુધીમાં ખરાબ રસ્તાઓ સારા બનાવી દેવાશે. રસ્તા બનાવવાની કામગીરીમાં ઝડપ લાવવામાં આવશે. જો કામમાં કોઈ ક્ષતી રહી જશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ દક્ષેશ માવાણીએ કહ્યું હતું

(11:31 AM IST)