તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
પવિત્ર યાત્રધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ પદે રમેશ મેરજા

રાજકોટ તા. રઃ ગુજરાતના ઉદ્યોગ અને પ્રવાસન વિભાગ સંલગ્ન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ તરીકે આઇ.એ.એસ. કેડરના નિવૃત અધિકારી શ્રી રમેશ એ. મેરજાની રાજય સરકારે ૧ વર્ષની મુદત માટે નિમણૂંક કરી છે. તેઓ આવતીકાલે પ્રથમ નોરતે કાર્યભાર સંભાળશે. બોર્ડના સભ્ય સચિવ આર. આર. રાવલ, નિવૃત થતા તેમના સ્થાને આ નિમણુંક કરવામાં આવી છે. બોર્ડની કચેરી જુના સચિવાલય ગાંધીનગરમાં આવેલી છે. રાજય કક્ષાનું કાર્યક્ષેત્ર છે.
શ્રી રમેશ મેરજાની મૂળ મોરબી પાસેના ચમનપુરના વતની છે. તેઓ ભૂતકાળમાં રાજકોટમાં નાયબ મનોરંજન કર કમિશનર, પાલીતાણામાં પ્રાંત અધિકારી, આણંદમાં અને નવસારીમાં જિલ્લા પુરવઠા અધિકારી, રાજય સ્ટેમ્પ ડયુટી અધિક્ષકની કચેરીમાં અધિક કલેકટર, મહેસાણા અને ખેડામાં નિવાસી અધિક કલેકટર, પાટણમાં જિલ્લા વિકાસ અધિકારી, ભાવનગરમાં કલેકટર, અમદાવાદમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે. યાત્રાધામ બોર્ડમાં ચાવીરૂપ સ્થાને નિમણુંક થતાં તેઓ શુભેચ્છાથી (મો. ૯૯૦૯પ ૦૧પ૦૧) ભીંજાઇ રહ્યા
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
