તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 2nd October 2024
ટ્વીટર,ફેસબૂક અને વોટ્સએપ પર કોમી તોફાનો ફેલાય તેવી પોસ્ટ મૂકનારની આખી કુંડળી કાઢતું સોફ્ટવેર કાલથી કાર્યરત
સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન કેન્દ્રમાં રાખી નવરાત્રી અંગે ગૃહ મંત્રીના નિવેદનનને સોશ્યલ મીડિયા પર કોઈ વિકળત ભેજા ગૂંચવણો ફેલાઇ તે રીતે રજૂ ન કરે તે માટે જબરજસ્ત પ્લાનિંગ અમિતભાઈ દ્વારા અમદાવાદથી શુભારંભ... સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, સ્પેશ્યલ પોલીસ કમિશનર અજય ચૌધરી અને શરદ સિંઘલનાં માર્ગદર્શનમાં જબ્બરદસ્ત તૈયારીઓ પૂણ

રાજકોટ,તા. ૨ : કાલથી માતાજીની આરધનાનાં પવિત્ર પર્વનો પ્રારંભ થઇ રહેલ છે, ત્યારે ભૂતકાળમાં કેટલાક લોકો દ્વારા કોમી અશાંતિ જાગે તેવા પ્રયાસ કરેલ તે અંતર્ગત ગુજરાતમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવા રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય અને લો એન્ડ ઓર્ડર વડા શમશેરસિંઘ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરી તેની અમલવારી સંદર્ભે તમામ પોલીસ કમિશનર દ્વારા જાહેર નામુ બહાર પાડવા સાથે સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઇન મુજબ રાત્રીના ૧૨ પછી માઇક બંધ કરવા પણ સૂચવ્યું છે.
બીજી તરફ હર્ષ સંઘવી દ્વારા વહેલી સવાર સુધી કાર્યક્રમ ચાલુ રાખી શકાશે તેવું જણાવતા લોકોમાં ભારે ગૂંચવણો પ્રવર્તતી રહ્યો છે, સોશ્યલ મીડિયામાં પણ લોકો પોતાની રીતે અર્થ ઘટન કરી પોસ્ટ મૂકે સંભાવના ધ્યાને રાખી અમદાવાદની નવી સીપી ઓફિસનાં કાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ દ્વારા ઉદઘાટન સાથે સોશ્યલ મીડિયાનાં વોટ્સએપ, ફેસબુક, ટવીટર પર નજર રાખી શકે તેવા એક વિશેષ સોફ્ટવેરનું પણ કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ દ્વારા ઉદ્દઘાટન થનાર છે, જે માટે પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, સ્પેશ્યલ પોલીસ કમિશનર અજય ચોધરી , જોઇન્ટ સીપી શરદ સિંઘલના માર્ગદર્શનમાં આખરીઓપ આપવામાં આવી રહ્યો છે.
ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રીના ઉમદા હેતુ સાથેના સ્ટેટમેન્ટ કોઈ મારી મચડી કે બીજું રીતે પોલીસ સાથે આયોજકો વચ્ચે વિવાદ નિવારવા, કોમી તંગદીલી વધારે તેવી પોસ્ટ તુરંત ડિલીટ કરી આવા લોકોની સામે કાયદાકીય પગલાંઓ લેવામાં સરળતા રહશે.
અમિતભાઈ હસ્તે પ્રારંભ થનાર કરોડોના ખર્ચે શરૂ થનાર ૭ માળની આ બિલ્ડિંગમાં અધતન ટેકનોલોજી સાથેનો કંટ્રોલ રૂમ છે. હજારોની ભીડમાં ચહેરા ઓળખતી સિસ્ટમ્સ, પોલીસ તંત્રના શાહિદોનું સ્મારક, જીમનેશ્યમ, વિશ્વભરમાં શાંતિ માટે જાણીતા ગુજરાતના દેશ વિદેશથી આવતા ઉદ્યોગો સહિત ગુજરાતની સિદ્ધિ આ સીપી ઓફિસ ગૌરવ રૂપ બનશે.
(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
