<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

કાલે અમદાવાદમાં અમિતભાઇ-ભૂપેન્‍દ્રભાઇની ઉપસ્‍થિતિમાં વાયબ્રન્‍ટ નવરાત્રી ફેસ્‍ટીવલ-ર૦ર૪નો પ્રારંભ

આરોગ્‍ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તથા ગળહ રાજ્‍યમંત્રી હર્ષભાઈ સંધવી ઉપસ્‍થિત રહેશે : નવરાત્રી ફેસ્‍ટિવલ-૨૦૨૪ના ઉદઘાટન સમારોહ દરમિયાન જય માં આદ્યાશક્‍તિની થીમ પર મલ્‍ટિમીડિયા સાંસ્‍કળતિક કાર્યક્રમ અને મહા આરતી યોજાશે : તા. ૪ થી ૧૧ ઓક્‍ટોબર દરમિયાન રાત્રે ૯ વાગ્‍યાથી ૧૧.૪૫ કલાક સુધી ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો-ગાયકો દ્વારા અનેક કાર્યક્રમો પ્રસ્‍તુત કરવામાં આવશે

રાજકોટ, તા.૨:  ગુજરાતને જેને ગ્‍લોબલ ઓળખ અપાવી છે તેવા ગરબાના ઉત્‍સવને ઘામધૂમથી ઉજવવા માટે દર વર્ષે વાયબ્રન્‍ટ નવરાત્રી ફેસ્‍ટીવલ ઉજવવામાં આવે છે. આ વર્ષે અમદાવાદના ઞ્‍પ્‍ઝઘ્‍ ખાતેથી તા. ૦૩ ઓક્‍ટોબરે કેન્‍દ્રીય ગળહ મંત્રી અમિતભાઈ શાહના હસ્‍તે તેમજ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્‍થિતિમાં ‘વાયબ્રન્‍ટ નવરાત્રી ફેસ્‍ટિવલ-૨૦૨૪'નું શુભારંભ કરાશે. મુખ્‍યમંત્રીશ્રીની સાથે આરોગ્‍ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તથા ગળહ રાજ્‍યમંત્રી હર્ષભાઈ સંધવી પણ ઉપસ્‍થિત રહેશે.

 વર્ષ-૨૦૨૨માં ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા -GMDC અમદાવાદ, ખાતે આયોજિત ઁવાયબ્રન્‍ટ નવરાત્રી મહોત્‍સવઁમાં અંદાજિત ૧૧.૫૨ લાખથી વધુ નાગરિકોએ મુલાકાત લીધી હતી, જ્‍યારે વર્ષ-૨૦૨૩માં ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા GMDC, અમદાવાદ ખાતે આયોજિત વાયબ્રન્‍ટ નવરાત્રી મહોત્‍સવમાં અંદાજિત ૧૨.૭૧ લાખથી વધુ નાગરિકોએ મહોત્‍સવ સ્‍થળની મુલાકાત લીધી હતી, એટલે કે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત વાયબ્રન્‍ટ નવરાત્રી મહોત્‍સવમાં છેલ્લા બે વર્ષમાં મુલાકાતીઓની સંખ્‍યામાં અંદાજિત ૧૧ ટકાનો વધારો જોવા મળ્‍યો હતો તેમ, પ્રવાસન વિભાગની યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

વધુમાં આ વર્ષે  વાયબ્રન્‍ટ નવરાત્રી ફેસ્‍ટિવલ-૨૦૨૪ના ઉદઘાટન સમારોહ દરમિયાન જય માં આદ્યાશક્‍તિની થીમ પર મલ્‍ટિમીડિયા સાંસ્‍કળતિક કાર્યક્રમ અને મહા આરતી યોજાશે. આ ઉપરાંત તા. ૪ થી ૧૧ ઓક્‍ટોબર દરમિયાન રાત્રે ૯ વાગ્‍યાથી ૧૧.૪૫ કલાક સુધી ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો-ગાયકો દ્વારા અનેક  કાર્યક્રમો પ્રસ્‍તુત કરવામાં આવશે. GMDC ખાતે રાત્રે ૧૧.૪૫ કલાકે મહા આરતી યોજાશે. વાયબ્રન્‍ટ નવરાત્રી ફેસ્‍ટિવલમાં થીમ પેવેલિયન, હસ્‍તકલા બજાર, ફૂડ સ્‍ટોલ, બાલ નગરી, વિવિધ થીમ આધારીત ગેટ વગેરે જેવા મુખ્‍ય આકર્ષણો પણ બનાવવામાં આવ્‍યા છે જેની નાગરિકોને મુલાકાત લેવા પ્રવાસન નિગમની યાદીમાં જણાવાયું છે.

વાઇબ્રન્‍ટ નવરાત્રી ફેસ્‍ટીવલ-ર૦ર૪

વાઇબ્રન્‍ટ નવરાત્રી-ર૦ર૪ માટે જીએમડીસી, અમદાવાદ ખાતે શેરી ગરબા રજુ કરનાર કલાકારોની વિગત

ક્રમ                           નવરાત્રીના દિવસની વિગત   તારીખ         કલાકાર/ સંસ્‍થાનું નામ

૧.  બીજું નોરતું               ૪-૧૦-ર૦ર૪  હાર્દિક પ્રફુલ્લ દવે, અમદાવાદ

ર.  ત્રીજુ નોરતું               પ-૧૦-ર૦ર૪  જયકર ભોજક, અમદાવાદ

૩.  ચોથુ નોરતુ               ૬-૧૦-ર૦ર૪  જહાન્‍વી શ્રીમાંકર, મુંબઇ

૪.  પાંચમું નોરતું             ૭-૧૦-ર૦ર૪  નીતીન બારોટ, પાલનપુર

પ.  છઠ્ઠુ નોરતુ                ૮-૧૦-ર૦ર૪  હિમાલી વ્‍યાસ, મુંબઇ

૬.  સાતમું નોરતું             ૯-૧૦-ર૦ર૪  પાયલ વખારીયા, અમદાવાદ

૭.  આઠમનું નોરતુ           ૧૦-૧૦-ર૦ર૪ નિશા ઉપાધ્‍યાય, નિશા મ્‍યુઝિક, મુંબઇ

૮.      નવમુ નોરતુ   ૧૧-૧૦-ર૦ર૪  શ્‍યામભાલ સૌમીલ, અમદાવાદ

(3:19 PM IST)